Wednesday, April 24, 2024

‘મેટ્રો મેન’ ઇ શ્રીધરન ભાજપમાં જોડાશે, કેરળમાં પાર્ટીનું સભ્યપદ લેશે.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

‘મેટ્રો મેન’ તરીકે જાણીતા ઇ શ્રીધરન હવે રાજકારણમાં જઇ રહ્યા છે. તેઓ 21 ફેબ્રુઆરીએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. કેરળ ભાજપ પ્રમુખ કે. સુરેન્દ્રના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી 21 ફેબ્રુઆરીથી વિજય યાત્રા કાઢી રહી છે. ઇ. શ્રીધરન આ વિજય યાત્રા દરમિયાન ભાજપનું સભ્યપદ લેશે.જણાવી દઈએ કે ઇ શ્રીધરન દિલ્હી મેટ્રોમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે જાણીતા છે. તેમણે દિલ્હી મેટ્રોના લગભગ દરેક ભાગનું કામ સમય કરતા પહેલા પૂર્ણ કર્યું. મેટ્રો જેવા પરિવહન માધ્યમમાં તેમના આવા યોગદાનને કારણે 2001 માં તેમને પદ્મશ્રી અને 2008 માં પદ્મ વિભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. અપેક્ષા છે કે તે રાજકારણના ક્ષેત્રમાં કંઇક અલગ કામ કરશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019 માં શ્રીધરને સ્વાસ્થ્યનાં કારણો ટાંકીને લખનઉ મેટ્રો રેલ કોર્પોરેશનના પ્રિન્સિપલ એડવાઈઝર એન્જિનિયર પદ પરથી રાજીનામું આપ્યું હતું. જો કે તે સમયે એવી અટકળો ચાલી રહી હતી કે તેઓ રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર