અટલ ટીકરીંગ લેબ થકી શાળાના વિદ્યાર્થીઓ વિજ્ઞાન ક્ષેત્રે નવી શોધખોળ કરી આધુનિક ટેકનોલોજી સાથે કદમ મિલાવી શકશે
રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે સરસ્વતી શિશુમંદિર વિદ્યાલય- સનાળા ખાતે અટલ ટીકરીંગ લેબ – અધ્યતન વિજ્ઞાન લેબોરેટરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ તકે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, ભારતરત્ન અટલ બિહારી બાજપાઈના નામ સાથે જોડાયેલી આ અટલ ટીકરીંગ લેબનું શુભારંભ કરતા હું ગર્વ અનુભવું છું. આ લેબ થકી વિદ્યાર્થીઓને અધ્યતન સુવિધાઓ મળશે. શાળાના વિદ્યાર્થીઓ વિજ્ઞાન ક્ષેત્રે નવી નવી શોધખોળ કરી શકશે તેમજ આધુનિક ભારતના ઘડતરમાં નૂતન ટેકનોલોજી સાથે કદમ મિલાવીને ચાલી શકશે.
ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી નવી શિક્ષણનીતિમાં આવી અટલ ટીકરીંગ લેબ માઇલસ્ટોન સાબિત થશે. સરસ્વતી શિશુમંદિર વિદ્યાલય દ્વારા જ્ઞાનની ગંગોત્રી વહાવવામાં આવે છે તેમાં આ અટલ ટીકરીંગ લેબ થકી નવું શિર મોર ઉમેરાયું છે.
કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ભારતના યુવાધનને સ્કિલબદ્ધ બનાવવા માટે કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ડિપ્લોમા સહિત વિવિધ નવા અદ્યતન તેમજ તકનીકી ક્ષેત્રના નવા અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યા છે. ભારતની નવી ડ્રોન ટેકનોલોજી ના પ્રોજેક્ટ માટે પણ ફક્ત કૌશલ્ય યુનિવર્સિટીને જ પસંદ કરવામાં આવી છે જેથી અનેક નવી રોજગારીનું સર્જન પણ થશે.
આ તકે મંત્રીએ અટલ ટીકરીંગ લેબનો શુભારંભ કરાવ્યો હતો. અટલ ટીકરીંગ લેબની જાત મુલાકાત લઈ સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું હતું. રોબોટાસ્ક ટેકનોલોજીના સી.ઈ.ઓ.પાર્થભાઈ ભાવસારે લેબમાં ઉપલબ્ધ તમામ સુવિધાઓ તેમજ તેનાથી વિદ્યાર્થીઓને થનાર ફાયદાઓ વિશે મંત્રીને વિગતે માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી નિલેશભાઈ રાણીપા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતભાઈ વિડજા, જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી દિનેશભાઈ ગરચર, સરસ્વતી શિશુમંદિરના મુખ્ય વ્યવસ્થાપક જયંતીભાઈ રાજકોટિયા, સરસ્વતી શિશુમંદિરના નિયામક સુનિલભાઈ પરમાર, માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાનના પ્રમુખ બાબુભાઈ અઘારા, મંત્રીના ધર્મપત્ની સુશીલાબેન મેરજા, શાળાના પ્રધ્યાપક તેમજ વ્યવસ્થાપક રમેશભાઈ અઘારા, દીપકભાઈ વડાવીયા, કુંદનબેન ચારણ, વિજયભાઈ ઘઢીયા, હરકિશનભાઈ, દર્શનાબેન અમૃતિયા, જાગૃતીબેન દશાડીયા તેમજ સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી જિલ્લા હોમગાર્ડઝના ટંકારા યુનિટ ખાતે ફરજ બજાવતા હોમગાર્ડઝ સભ્ય સ્વ. હિતેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલાનું તા.૨૪/૧૦/૨૦૨૪ ના રોજ અવસાન થતા. જિલ્લા કમાન્ડન્ટ ડિ.બી.પટેલની ભલામણને આધારે મે.ડાયરેક્ટર જનરલ, હોમગાર્ડઝ હેડક્વાર્ટર, અમદાવાદ દ્વારા હોમગાર્ડઝ કલ્યાણનિધિમાંથી રૂ.૧,૫૫,૦૦૦/-(એક લાખ પંચાવન હજાર) ની ફરજ સિવાય સામાન્ય સંજોગોમાં અવસાન સહાય મંજુર કરવામાં આવી છે.
જે અન્વયે સ્વ....
આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તથા નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરની સુચના તથા મોરબી જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન અન્વયે જિલ્લા પંચાયત- આયુર્વેદ શાખા, મોરબી દ્વારા મોરબી જિલ્લામાં તા. ૨૩-૦૯-૨૦૨૫ના રોજ સવારે ૯:૦૦ થી ૪:૦૦ દરમિયાન પટેલ સમાજ વાડી, બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ (આયુર્વેદ -હોમી. નિદાન સારવાર-કેમ્પ)"નું આયોજન...
મોરબી જિલ્લાની રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૧૮-૦૯-૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ.ટી.આઈ.-મહેન્દ્રનગર, હળવદ રોડ, મોરબી ખાતે મોરબી તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક / એસએસસી /...