Monday, September 9, 2024

વાંકાનેર ખાતે યોજાશે મોમીન રત્ન સન્માન સમારંભ, આજથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ…

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર શહેર અને તાલુકા ભરના મોમીન સમાજના તેજસ્વી તારલાઓ અને યુવા પ્રતિભાઓને સન્માનવા માટે વાંકાનેર ગેલેક્સી ક્રેડિટ કો. ઓ. સો. લી. તથા આકાશગંગા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ‘ મોમીન રત્ન સન્માન સમારંભ ‘ નું આયોજન કરવામાં આવ્યું છે જેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવી છે…

વાંકાનેરની ગેલેક્સી ક્રેડિટ કો. ઓ. સો. લી. તથા આકાશ ગંગા એજયુકેશન ટ્રસ્ટ- કેરાળા દ્વારા વાંકાનેર વિસ્તારમાં ગત શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ માં પાસ થયેલ S.S.C./ H.S.C./ P.T.C./ ડિપ્લોમા/ ગ્રેજયુએટ/ B. Ed./ પોસ્ટ ગ્રેજયુએટ/ સ્પેશિયલ & પ્રોફેશનલ ડિગ્રી/ સ્પર્ધાત્મક પરીક્ષા ક્લાસ 1/2/3 પાસ વર્ષ 2019-20/ તથા રાજ્ય/નેશનલ લેવલ સ્પોર્ટ્સ સર્ટીફીકેટ મેળવેલ પ્રતિભાવંત મોમીન સમાજના વિદ્યાર્થી ભાઇઓ-બહેનો તથા ગેલેક્સી ક્રેડિટ સોસાયટીના સભાસદોના પ્રતિભાવંત સંતાનોને સન્માનિત કરવા માટે મોમીન રત્ન સન્માન સમારંભ 2021 નું આગામી સમયમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ આજથી શરૂ કરવામાં આવી છે. આ સન્માન સમારંભમાં મૂળ વાંકાનેરના વતની અને હાલ બહાર રહેતા મોમીન જ્ઞાતિના ભાઈઓ-બહેનો પણ અરજી કરી શકશે…

આ સન્માન સમારંભમાં ભાગ લેવા ઈચ્છતા મોમીન સમાજના દરેક ભાઈ-બહેનોએ નીચે આપેલ લીંક દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 05-03-2021 સુધી રહેશે…

https://docs.google.com/forms/d/e/1FAIpQLSeHTgUQkSy1MVOIYjVAlzGoq0BAlszYDR23q3lo85dLHDXreQ/viewform?usp=pp_url

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર