Thursday, April 25, 2024

Amazon-Future Group ની લડાઈ પહોચી સુપ્રીમ કોર્ટ સુધી જાણો શું છે સમગ્ર મામલો ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

અગ્રણી ઇ-કોમર્સ વેબસાઇટ Amazon.com એ હવે ફ્યુચર ગ્રુપ-રિલાયન્સ ડીલ સામે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર
ઇ-કોમર્સ ક્ષેત્રની પ્રમુખ કંપની એમેઝોને રિલાયન્સ સાથે ફ્યુચર ગ્રૂપના 24,713 કરોડ રૂપિયાના સોદાને રોકવા સુપ્રીમ કોર્ટમાં રજુઆત કરી છે. એમેઝોનનું કહેવું છે કે ફ્યુચર ગ્રૂપે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને તેનો રિટેલ બિઝનેસ વેચવાની જાહેરાત કરીને કરારની શરતોનું ઉલ્લંઘન કર્યું છે. જો કે, ફ્યુચર ગ્રુપ આ આરોપોને નકારી રહ્યું છે. એમેઝોને આ સોદો રોકવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. જો કે, તેને તાજેતરમાં જ હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો હતો. આ પછી, યુએસ કંપનીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

જાણો શું છે સમગ્ર મામલો ?

ઓગસ્ટ 2020 માં, ફ્યુચર ગ્રૂપે તેના રિટેલ, જથ્થાબંધ અને અન્ય વ્યવસાયોને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને 24,713 કરોડ રૂપિયામાં વેચવાની જાહેરાત કરી. આ પછી, આખી ઘટના શરૂ થઈ. આ ડીલનો એમેઝોન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ફ્યુચર ગ્રૂપ-એમેઝોન વચ્ચે 2019 માં થયેલા સોદામાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે ભારતીય કંપની એટલે કે ફ્યુચર ગ્રુપ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિતના પ્રતિબંધિત વ્યક્તિઓની સૂચિમાં શામેલ કોઈપણને પોતાનો રિટેલ વ્યવસાય વેચી શકે નહીં.

એમેઝોને સિંગાપોર સ્થિત આર્બિટ્રેશન ફોરમમાં એટલે કે એક મધ્યસ્તા મંચમાં આ બાબતની પડકાર ફેંકી હતી. આ સમયે તેને આર્બિટ્રેશન ફોરમ તરફથી વચગાળાની રાહત મળી. ત્યારબાદ એમેઝોને દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી કે આર્બિટ્રેશન ફોરમના ફ્યુચર-રિલાયન્સ સોદાના નિર્ણયને લાગુ કરવામાં આવે. આ પછી, દિલ્હી હાઈકોર્ટની સિંગલ બેંચે એમેઝોનની તરફેણમાં ચુકાદો આપ્યો. જો કે સોમવારે બે ન્યાયાધીશોની ખંડપીઠે હાઈકોર્ટના ચુકાદાને પલટાવ્યો હતો. આ પછી, એમેઝોન હવે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો.

આ કેસમાં નિર્ણયની અસર.

ભારતના રિટેલ બજારો ઝડપથી વિસ્તરી રહયા છે. હવે વિશ્વભરની મોટી કંપની આ માર્કેટ પ્લેસ પર પ્રભુત્વ મેળવવા માંગે છે. ફ્યુચર ગ્રૂપના રિટેલ બિઝનેસમાં સંબંધિત ડીલને લઈને કાનૂની લડતના નિર્ણયથી ભારતીય રિટેલ માર્કેટના ભાવિને નવી દિશા મળશે. આ કારણ છે કે તમામ વિશ્લેષકો આ સોદા પર નજર રાખી રહ્યા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર