Sunday, September 8, 2024

વાંકાનેર : હસનપર ગામે 261 બોટલ વિદેશી દારૂ સહિત રૂ. 2.45 લાખના મુદામાલ સાથે એક ઝડપાયો…

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર શહેર પોલીસ દ્વારા તાલુકાના હસનપર ગામ ખાતે ચોક્કસ ખાનગી બાતમીના આધારે એક યુવાનના મકાનમાં વિદેશી દારૂની રેડ કરતાં ત્યાંથી 261 બોટલ દારૂ અને 6 બીયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે દારૂ-બિયરનો જથ્થો, વાહન અને મોબાઇલ સહિત કુલ રૂ. 2.45 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના હસનપર ગામના શક્તિપરા વિસ્તારમા ભાડાના મકાનમાં રહેતા રવિ પ્રદીપભાઈ ભટ્ટ પોતે મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખતો હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસ સ્થળ પર દરોડો પાડતા આરોપીના મકાનમાંથી કુલ 261 નંગ વિદેશ દારૂની બોટલ અને 6 બીયરના ટીન મળી આવ્યા હતા.

જેથી પોલીસે સ્થળ પરથી રૂ. 1,14,865 ની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો, એક અલ્ટો કાર નં. GJ 3 CA 1830 (કિંમત રૂ. 1,25,000) તેમજ બે મોબાઇલ ફોન(કિંમત રૂ. 6,000) સહિત કુલ રૂ. 2,45,865 નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

આ બનાવમાં સ્થળ પરથી આરોપી મળી આવતા તેની ધરપકડ કરવા અને આ વિદેશી દારૂનો જથ્થો આરોપી ક્યાંથી લઇ આવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પણ તપાસ શરૂ કરવા તજવીજ હાથ ધરી છે…

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર