મોરબી જીલ્લા તેમજ ગુજરાત ભરમાં ભુકંપ કે પુરમાં નાશ પામેલ લોકોના નામ મતદાર યાદીમાં ચડાવવા માટેની યોગ્ય વ્યવસ્થા કરવા ચુંટણી કમીશનને રજુઆત
મોરબી જીલ્લામાં તેમજ ગુજરાત ભરમાં ભૂકંપમાં તેમજ પૂરગ્રસ્ત વિસ્તારના લોકોના પુરાવાઓ નાશ પામેલ હોય તેઓના નામ મતદારયાદીમાં ચઢાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવા બાબતે જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના કાંતિલાલ ડી. બાવરવાની મુખ્ય ઈલેક્શન કમીશનને રજુઆત કરી માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લા માં ૧૯૭૯ માં આવેલ પુર તેમજ ૨૦૦૧ માં આવેલ ભૂકંપ માં ઘણા લોકો ના પોતાના જન્મના તેમજ અન્ય પુરાવાઓ નાશ પામેલ છે. જેથી આવા લોકો પોતાનું નામ મતદાર યાદીમાં દાખલ કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો આવા લોકો માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવી ને તેઓના નામ મતદાર યાદીમાં દાખલ થઇ શકે તે માટે યોગ્ય કરવા રજૂઆત કરી છે. તેમજ આવી પરિસ્થિતિ ગુજરાતના અન્ય વિસ્તારમાં પણ ઉદભવેલ છે. તો ગુજરાત ભરમાં આ માટે યોગ્ય કરવા માંગ કરી છે.