મોરબી: ગુજરાતમાં દીવસે ને દીવસે દારૂનુ વેચાણ માજા મૂકી રહ્યું છે ત્યારે તેને બંદ કરવા પોલીસ સતત કાર્યરત છે. ત્યારે મોરબીમાં ગાડીમાં પાછળ છુપાવી લઈ જવાતા ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો મોરબી એલસીબી એ ઝડપી પાડયો છે.
એલસીબી ને મળેલ ખાનગી બાતમીના આધારે માળીયા મિ. પો.સ્ટે.ના અણીયારી ટોલનાકા ખાતેથી અશોક લેલન કન્ટેનરમાં ઓટોપાર્ટની ખોટી બિલ્ટીઓની આડમાં હરીયાણાથી મોરબી લઇ જવાતો ઈંગ્લીશ દારૂની રોયલ ચેલેન્જ ફાઇન્ડ રીઝર્વ વ્હીસ્કીની બોટલો નંગ ૯૯૬ કિ.રૂ.૫,૧૭,૯૨૦ ,ઓલસીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની બોટલો નંગ-૧૭૦૪ કિ.રૂ.૧૦,૨૨,૪૦૦,મેકડોવેલ્સ-૦૧ કલેશન વ્હીસ્કીની બોટલો નંગ-૨૪૦૦ કિ.રૂ.૯,૦૦,૦૦૦/તથા અશોક લેલન ગાડી રજી. નં. HR-55-V-4227 કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/ તેમજ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫,૦૦૦/ અને રોકડા રૂપીયા-૧૯૧૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૩૪,૪૭,૨૩૦/ નો મુદામાલ ઇંગ્લીશ દારૂનો જથ્થો છુપાવી હેરાફેરી કરતા એક ઇસમ ત્રિલોકસીંગ ઓમસીંગ રાવત ઉ.વ. ૨૯ રહે. રાજવા છીપોલા ગામ, રાજસ્થાન વાળાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જ્યારે અન્ય એક આરોપી પ્રેમસીંગ રહે. હરીયાણા વાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
