Wednesday, April 24, 2024

મોરબી ખાતે રાજપુત સમાજના અગ્રણીઓની ઉપસ્થતિમાં સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબીના વેજીટેબલ રોડ પર આવેલા પંચમુખી હનુમાનજી મંદિરના સત્સંગ હોલ ખાતે મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, પ્રાથમિક, માઘ્યમિક તેમજ પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી કિર્તીસિંહ વાઘેલા, પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ઉપરાંત રાજપુત સમાજના અગ્રણીઓના હસ્તે ધોરણ પાંચ થી અનુસ્નાતક તેમજ પીએચડી લેવલ સુધી શ્રેષ્ઠ પ્રદર્શન દાખવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અને હજુ વધુ આગળ વધી સમાજ તેમજ દેશનું નામ રોશન કરવા શુભેચ્છાઓ પાઠવવામાં હતી.

આ કાર્યક્રમમાં મુન્દ્રા-માંડવી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, અગ્રણી ગાયત્રીબા વાઘેલા, પૂર્વ નાયબ સચિવ અશોકસિંહ પરમાર, મોરબી રાજપુત સમાજના પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા, મહામંત્રી મહાવીરસિંહ જાડેજા, મોરબી પ્રાંત અધિકારી ડી. એ.ઝાલા, હળવદ પ્રાંત અધિકારી મહાવીરસિંહ ઝાલા, ચેરિટી કમિશનર પૃથ્વીસિંહ જાડેજા, જિલ્લા નિરીક્ષક પી.એમ.જાડેજા, મોરબી નગરપાલીકા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા તેમજ અન્ય રાજપુત સમાજના અગ્રણીઓ, વિદ્યાર્થીઓ તેમજ વાલીગણ અને મોરબી જિલ્લાના રાજપુત સમાજના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર