મોરબી :- પુલ ઉપરથી ઝંપલાવી યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ

મોરબીમાં દિવસેને દિવસે આત્મહત્યાના બનાવો વધતા જઈ રહ્યા છે. લોકડાઉન બાદ આત્મહત્યાના કિસ્સાઓ માં ખૂબ જ વધારો થયો છે. તેમજ આવા કિસ્સાઓમાં આત્મહત્યા પાછળ ઘણા બધા કારણો છુપાયેલા હોય છે ત્યારે આવી જ રીતે આજરોજ પોતાનું જીવન ટૂંકાવવા ના અર્થે એક યુવાને પુલ પરથી ઝંપલાવ્યું હતું. પરંતુ સદનસીબે તેનો જીવ બચી ગયો હતો.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના પુલ પરથી યુવાને પોતાનું જીવન ટૂંકાવવા અર્થે નીચે ઝંપલાવ્યું હતું. પરંતુ સદ્દનસીબે તેનો જીવ બચી ગયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર આ યુવાન યશ રમેશભાઈ ચૌહાણ (ઉં.વ. ૨૧) રહે લાયન્સ નગર મોરબી વાળો હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં 108 ની ટીમ ઘટનાસ્થળે તુરંત જ પહોંચી ગઈ હતી અને મળતી માહિતી મુજબ યુવાનને હાથ-પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હોય જેથી યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી , બનાવની પ્રાથમિક વિગતો મેળવી વધુ તપાસ હાથ ધરી છે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img