ગૌવંશમાં ફેલાયેલા રોગમાંથી ગાયમાતાને બચાવવા તેમજ આ રોગ નાબૂદ કરવા સંયુક્ત પ્રયાસ કરીએ – કેબિનેટમંત્રી રાઘવજીભાઇ પેટલ
કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પેટલના અધ્યક્ષસ્થાને તેમજ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતિમાં પશુઓમાં ફેલાયેલા લમ્પી વાયરસ- ચર્મ રોગને રોકવા તેમજ પશુઓની સારવાર માટે પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની સમીક્ષા બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે કૃષિ, પશુપાલન તેમજ ગૌસંવર્ધન કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પેટલે જણાવ્યું હતું કે, પશુપાલન વિભાગની કામગીરી એકંદરે સારી છે. સરકાર દ્વારા આ રોગને નાથવા તેમજ નાબૂદ કરવા નક્કર આયોજન થકી વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે ગાયમાતા અને ગૌવંશમાં ફલાયેલા રોગમાંથી ગાયમાતાને બચાવવા માટે તેમજ આ રોગ નાબૂદ કરવા સંયુક્ત પ્રયાસ કરવા અપીલ પણ કરી હતી.
વધુમાં મંત્રીએ ગાયમાતાના મૃતદેહનો તાત્કલિક યોગ્ય નિકાલ કરવા, રખડતા ઢોરમાં અસરગ્રસ્ત પશુઓને આઇસોલેશન કરવાની કામગીરી સારી રીતે કરવામાં આવે તથા રસીકરણ સત્વરે પુરુ કરવા સંલગ્ન વિભાગોને સુચના આપી હતી.
આ બેઠકમાં શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા, જિલ્લા કલેકટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નાયબ, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, નાયબ પશુપાલન નિયામક કટારા, જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ, મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હિરાભાઇ ટમારીયા, મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા, મોરબી સહકારી આગેવાન મગનભાઇ વડાવીયા, અગ્રણી દુર્લભજીભાઇ દેથરિયા, અરવિંદભાઇ વાંસદડિયા તેમજ પશુપાલન વિભાગ અને જિલ્લા વહીવટતંત્રના અધિકારી/કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર પ્રજા હિત માટે સતત કાર્યરત છે. વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સમયાંતરે ગામડાઓની મુલાકાત લઈ ગામની સવલતો અને ખૂટતી સુવિધાઓ સહિતની બાબતો અંગે અંગત રસ લઇ સમીક્ષા કરવામાં આવે છે. ત્યારે વહીવટી કાર્યક્ષમતા અને નાગરિકલક્ષી સેવાઓના વિતરણને સુનિશ્ચિત કરવાના હેતુસર...
હિંદુ પરંપરા મુજબ શ્રાદ્ધ પર્વ દરમિયાન પોતાના પિતૃઓની યાદમાં તૃપ્તિદાયક કાર્ય કરવું એ પવિત્ર કર્તવ્ય માનવામાં આવે છે. ખાસ કરીને ગરીબ અને ભૂખ્યા લોકોને ભોજન કરાવવું પિતૃ તૃપ્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
“ભૂખ્યા વ્યક્તિને અન્ન આપવું એ સર્વોત્તમ દાન છે.” આ માન્યતાને ધ્યાનમાં રાખીને જ મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી...
મોરબીના સામાકાંઠે ફર્ન હોટલ પાસે જનકપુરી સોસાયટીમાં રહેતા આરોપી અગાઉ હથીયારના ગુન્હામાં પકડાયેલ હોય અને યુવક ઉપર પોલીસમાં જાણ કરેલની શંકા હોય જેનો ખાર રાખી ચાર શખ્સોએ યુવકને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી યુવકને ધોકા વડે મારમારી તથા યુવકને છરી વડે ઈજા કરી હોવાની સિટી બી ડિવિઝન...