મોરબી: મોરબીના લાતી પ્લોટ શેરી નં-ર માં આવેલ શીવ મંડપ સર્વીસમાથી ગત તા.૨૭ સપ્ટેમ્બરના રોજ મંડપ સર્વીસની અલગ અલગ વસ્તુઓની કિં. રૂ. ૧,૬૮,૭૫૦ના મુદ્દામાલની ચોરી થય હતી.
જે બનાવ અંગે મંડપ સર્વિસના વેપારીએ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા મોરબી સીટી એ ડીવિઝન પોલીસે તસ્કરોને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી હતી અને ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભેદ ઉકેલી રૂપીયા ૧,૬૮, ૭૫૦નો ચોરાયેલ મુદ્દામાલ રીકવર કરી પાંચ ઇસમોને ઝડપી પાડયા હતા. મોરબી સીટી પોલીસની આ સરાહનીય કામગીરી બદલ મંડપ સર્વિસના વેપારી દ્વારા પોલીસ પરીવારનુ સાલ ઓઢાડી સન્માન કરી તેમના આ કાર્યને બિરદાવ્યું હતું.
મોરબી શહેરમાં નવરંગ નેચરલ કલબ દ્વારા તા. ૧૪-૦૫-૨૦૨૫ને બુધવારના રોજ સવારે ૦૮ થી ૦૧ કલાક દરમ્યાન મોરબી-૨ રામકૃષ્ણ જનકલ્યાણ રીલીફ સોસાયટી બાપા સીતારામ ચોક પોસ્ટ ઓફિસ સામે સદગુરૂ પાન સેન્ટર ખાતે રાહતભાવે વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.
જેમાં ફુલ છોડના કલમી રોપા 26 પ્રકારના ગુલાબ મોગરો ચંપો કેવડો ગલગોટા દરેક...
મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા મહાનગરપાલિકા ની ઇસ્ટ ઝોન ઓફીસ ખાતે ડે. – એન.યુ. એલ. એમ. યોજના અંતર્ગત બનેલા સખી મંડળો તથા સ્થાનીક મહિલાઓ માટે ઘરે બેઠા આર્થિક પ્રવૃત્તિ માટે એક દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં સખી મંડળની બહેનો ઘરેબેઠા પોતાની આજીવિકા મેળવી શકે તે માટે ઇન્મીટેશન...