મોરબી : કોંગ્રેસ અગ્રણીએ રાષ્ટ્રધ્વજ એકત્ર કરવાનું અભિયાન શરૂ કર્યું છે
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કર્યા બાદ રાષ્ટ્રધ્વજ રસ્તા પર ફેકવામાં ના આવે અને તેનું સન્માન જળવાય તેવા હેતુથી કોંગ્રેસ અગ્રણીએ રાષ્ટ્રધ્વજ એકત્ર કરવાનું અભિયાન શરૂ કર્યું
કોંગ્રેસ અગ્રણી મુકેશભાઈ ગામીએ નાગરિકોને રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવા અપીલ કરી છે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઘર, દુકાન અને ઓફીસ સહિતના સ્થળે રાષ્ટ્રધ્વજ લહેરાવવાની પરવાનગી મળી હોય જેથી દરેક નાગરિકોએ પોતાના ઘર અને ઓફીસ પર રાષ્ટ્રધ્વજ લહેરાવ્યા હતા અને ઉજવણી બાદ તિરંગાને કોઈ નુકશાન થયું હોય તેમજ રસ્તામાં પડેલા હોય તેવા રાષ્ટ્રધ્વજ એકત્ર કરી સરકારી નિયમોનુસાર તેની સાચવણી કે યોગ્ય રીતે નિકાલ કરવામાં આવશે
જેથી નાગરિકો મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય, જી આઈ ડીસી સામે, શનાળા રોડ મોરબી અને સોનાલીકા ટ્રેક્ટર મહેન્દ્રનગર રોડ પર ખાતે રાષ્ટ્રધ્વજ એકત્ર કરવામાં આવશે