Monday, August 18, 2025

મોરબી મહાનગરપાલિકા દ્વારા એકસ્પેસિફિક જગ્યાએ વાહનો પાર્ક કરવા માટે વ્યવસ્થા કરાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મહાનગરપાલિકાની ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા દ્વારા શહેરની હદમાં આવેલા મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધતી જય છે તે નિવારવા મહાનગરપાલિકા દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ખાસ કરીને દિવસેને દિવસે વધતી ટ્રાફિક સમસ્યાઓ પર નિયંત્રણ મેળવવા માટે અને જે તે રસ્તાઓ પર વાહનો પાર્ક ન કરતાં એકસ્પેસિફિક જગ્યા એ વાહનો પાર્ક કરવા માટે ની વ્યવસ્થા કરવામાં આવશે.

આ પૂરતી સુવિધાઓ મળી રહે તેના માટેમોરબી મહાનગરપાલિકા હસ્તક પે & પાર્કિંગ ના ટેન્ડરો કરવામાં આવશે કે જેનાથી મોરબી શહેર ની જનતા ને પોતાના વાહનો અનુકૂળ જગ્યા એ પાર્ક કરવાની પૂરી સવલત મળી રહે તે તમામ બાબતો ને ધ્યાને લઈ આ ટેન્ડર કરવામાં આવશે. આ પ્રકારની સુવિધા થી જાહેર રસ્તાઓ પર ટ્રાફિક ની સમસ્યા માં સતત ઘટાડો જોવા મળશે અને મોરબી શહેર માં પાર્કિંગ ની સુવિધા પણ ઉપલબ્ધ થશે જે શહેર ના વિકાસ તરફ નું એક નિર્ણાયક પગલું છે.

આ ઉપરાંત શહેર માં જરૂરિયાત મુજબ ના માહિતી સૂચક બોર્ડ પણ લગાવવામાં આવશે કે જે મોરબી નસ્થાનિકો માટે ઉપયોગી નિવડસે અને ટ્રાફિક ના નિયમો પ્રત્યે જાગૃતિ લાવશે.આવી જ રીતે આગામી સામય માં પાર્કિંગની અયોગ્ય સ્થિતિને કારણે સર્જાતી ટ્રાફિક ની અગવડ ટાળવા માટે પણ નિરંતર પ્રયશો હાથ ધરવામાં આવશે અને ફોટો માં દર્શાવ્યા મુજબ નું પાર્કિંગ સ્થળ પણ મોરબી શહેરમાં વિકસાવવામાં આવશે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર