Wednesday, May 14, 2025

મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા સરકારી પ્રાથમિક શાળા માટે જરૂરી સાહીત્યનું વિતરણ કરાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી:જિલ્લા શિક્ષણ સમિતિ મોરબી સંચાલિત મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં 595 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ આવેલી છે જેમાં હજારો વિદ્યાર્થીઓ ધો.1 થી 8 નું શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે,ત્યારે વિદ્યાર્થીઓ માટે લિવિંગ સર્ટી બુક જન્મતારીખના દાખલા બુક, જનરલ રજીસ્ટર,આવક રજીસ્ટર જાવક રજીસ્ટર, શિક્ષક હાજરી પત્રક,ડેડસ્ટોક રજીસ્ટર,રોજમેળ ખાતાવહી વગેરે અનેક પ્રકારના સાહિત્યની જરૂર પડતી હોય છે ત્યારે મોરબી જિલ્લાની નવ રચના થયા બાદ આ પ્રકારનું સાહિત્ય શાળામાં આપવામાં આવેલ ન હોય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સાહિત્ય આપવા માટે રજુઆત કરવામાં આવેલ

આ રજુઆતને ગ્રાહ્ય રાખી પ્રથમ વખત જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા સાહિત્ય છપાવવામાં આવ્યું અને પ્રવિણભાઈ સોનગ્રા ચેરમેન જિલ્લા શિક્ષણ સમિતિ-મોરબી અને પ્રવિણભાઈ અંબારીયા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પાંચે પાંચે તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઈ ગરચર,ટિપીઓ મોરબી,દિપાબેન બોડા ટિપીઓ હળવદ શર્મિલાબેન હૂંબલ ટિપીઓ માળીયા જીવણભાઈ જારીયા ટિપીઓ ટંકારા અને મંગુભાઈ પટેલ ટિપીઓ વાંકાનેરને શાળાઓની સંખ્યાના ઓરમાનમાં સાહિત્ય આપેલ છે,અને એમના દ્વારા પે સેન્ટર શાળા મારફત શાળાઓમાં પહોંચાડવામાં આવશે,શાળાઓ માટે ખુબજ જરૂરી સાહિત્ય પૂરું પાડવા બદલ ચંદુભાઈ સિહોરા પ્રમુખ જિલ્લા પંચાયત મોરબી,જયંતીભાઈ પડસુંબિયા ચેરમેન કારોબારી સમિતિ જિલ્લા પંચાયત,જિલ્લા વિકાસ અધિકારી-મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ-મોરબી અને તમામ વહીવટી અધિકારીઓનો શિક્ષકોએ આભાર પ્રકટ કરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર