સબંધિત અધિકારીઓને સાથે રાખી જરૂરી સૂચન કરી માર્ગદર્શન આપ્યું
આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૪ની તૈયારીઓના ભાગરૂપે મોરબીના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.બી. ઝવેરી દ્વારા ટંકારામાં મતદાન મથકની મુલાકાત કરવામાં આવી હતી.
મોરબીના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.બી. ઝવેરીએ ટંકારામાં મતદાન મથકની મુલાકાત લઈ જરૂરી કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આપ્યું હતું. મતદાન મથક ખાતે કોઈ ખલેલ ન પહોંચે અને ગોપનીયતા જળવાઈ રહે તેમજ કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી આપવામાં આવેલ સૂચનાઓની ચુસ્ત અમલવારી થઈ શકે તે અન્વયે સંબધિત અધિકારીઓ સાથે તાલુકા પંચાયત ટંકારા ખાતે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી.
આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાને લઈને પણ જરૂરી સૂચનો આપવામાં આવ્યાં હતાં. અને સાથે મતદાનના દિવસે મતદાન મથક પર તમામ વ્યવસ્થાઓ સુનિશ્રિત કરી શકાય તે બાબતે પણ વિચાર-વિમર્શ કરાયો હતો. જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી તથા નાયબ જિલ્લાચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા દ્વારા ઉપસ્થિત સૌ અધિકારીઓને તમામ બાબતોમાં જરૂરી સૂચન કરી યોગ્ય માર્ગદર્શન અપાયું હતું.
આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, ડેપ્યુટી કલેકટર સુબોધકુમાર દુદખિયા, ટંકારા મામલતદાર કેતન સખીયા તેમજ સબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પોરબંદરના 75 વર્ષ ના દાદા ને પડી જતા પીઠના D11 અને D12 મણકાની ભાંગ તૂટ (fracture) થયેલ. જેથી ઉભા રહેવામા તેમ જ ચાલવામા ખૂબ તકલીફ થતી (paraparesis) અને કમર નો અસહ્ય દુખાવો (backpain) થતો હતો.
ઉમર ને લીધે તેમના મણકા પોલા પડી ગયા (osteoporosis) હોવાથી ઓપરેશન વડે મુકેલ સ્ક્રૂ ફેઇલ...
મોરબી જિલ્લા પંચાયત દ્વારા ટંકારા તાલુકાની વીરપર ગ્રામ પંચાયતને સ્માર્ટ વિલેજ તરીકે જાહેર કરવામાં આવી છે.
જેમાં સ્માર્ટ વિલેજમાં જોઈતા બધા માપદંડ જેવા કે વ્યક્તિગત તથા સામુહિક વિકાસના કાર્યક્રમો દ્વારા ગ્રામ પંચાયત તે અને સરપંચ દ્વારા પોતાની ફરજો અને જવબદારીઓ અદા કરી શહેર ની માફક ગામનૉ વિકાસ થાય અને ગ્રામ્ય...
મોરબી ગામ એવું એક ગામ છે કે જ્યાં સતત કંઈકને સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી જ હોય છે. કોરોના કાળમાં જ્યારે લોકોને લોહીની જરૂર હતી ત્યારે મોરબીમાં અનેક જગ્યાએ રક્તદાન કેમ્પઓનું આયોજન થયું હતું અને ઘણી બોટલો રકત એકત્ર થયું હતું,એવી જ રીતે કોઈ વ્યક્તિની પુણ્યતિથિ હોય કે કોઈ વ્યક્તિનું મૃત્યુ...