મોરબી જીલ્લા મહિલા મોરચા દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી
મોરબી: પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર ઉપર દુષ્કર્મ ગુજારી હત્યાના બનાવના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્ય છે ત્યારે આજે મોરબી જીલ્લા મહિલા મોરચા દ્વારા કેન્ડલ માર્ચ યોજી વિરોધ નોંધાવ્યો હતો.
પશ્ચિમ બંગાળમાં બનેલી મહિલા તબીબ પર દુષ્કર્મ બાદ હત્યા કરી નાખવાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધી છે. આ મામલે તબીબો સહીત દેશભરના લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ત્યારે આ ઘટનાના પડઘા મોરબી ખાતે પડ્યા છે અને આજે મોરબી જિલ્લા મહિલા મોરચા દ્વારા કેન્ડલ માર્ચ યોજી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ “નિર્દય મમતા સિંહાસન ખાલી કરો મહિલાઓને હેરાન કરવાનું બંધ કરો” તથા મહિલા મુખ્યમંત્રીના કુશાશનનો અંત આવવો જોઈએના” પોસ્ટર બનાવી કેન્ડલ માર્ચ યોજી વિરોધ નોંધાવ્યો હતો.