કોરોના ધીમે ધીમે મોરબીમાં પગપેસારો કરી રહ્યો છે. થોડા સમય પહેલા જ્યારે કોરોના ના એક પણ કેસ નોંધાતા નહોતા. પરંતુ હાલ હવે ધીમે ધીમે કેસ ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે લોકોની ચિંતામાં વધારો થયો છે.
જિલ્લામાં આજ કોરોના ના વધુ ૩ કેસ નોંધાયા છે. મોરબી સિટી વિસ્તારમાં કોરોના ના ૨ કેસ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં કોરોના નાં ૧ કેસ નોંધાયા છે. ત્યારે આમ જિલ્લામાં આજ રોજ કુલ ૩ કેસ નોંધાયા છે. જિલ્લામાં હાલ કોરોના થી સંક્રમિત થયેલ દર્દીઓ ની સંખ્યા ૧૩ એ પહોંચી છે. ત્યારે ફરી પણ કોરોનની ગાઇડલાઇન નું ચુસ્ત પણે પાલન કરવું જરૂરી બન્યું છે.
ટ્રક માંથી દારૂની 19068 બોટલ પકડી પાડવામાં આવી
માળિયા મીયાણા તાલુકાની ભિમસર ચોકડી પાસે સ્વાગત પેટ્રોલીંયમના પાર્કિંગમાથી વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડયો જેમાં વિદેશી દારૂ તેમજ અન્ય મુદ્દામાલ સહિત કુલ કિંમત રૂપિયા 1,63,51,160 ના મુદામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ SMC પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી...
મોરબી સબજેલ ખાતે આજે સ્કોવર્ડ જેલર દ્વારા ઝડતી લેવામાં આવી જેમાં ઝડતી દરમિયાન સબજેલમા બેરક નંબર -૩ અને ચાર વચ્ચેથી આવેલ સંડાસ બાથરૂમમાથી તથા બેરેક નંબર ૪ થી ૬ ના બાથરૂમના બોકારામાથી બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા.
મળતી માહિતી મુજબ દેવશીભાઈ રણમલભાઈ કરંગીયા. (ઉં.વ.૫૪), જેલર ગુપ-૧, ઝડતી સ્કવોર્ડ જેલર...