મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામુ બહાર પાડી મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૩૧/૦૭/૨૦૨૨ સુધી હથિયારબંધી ફરમાવેલ છે.
જાહેરનામામાં જણાવ્યા અનુસાર હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા ઉપર મનાઇ છે. પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેંકવાની કે ધકેલવાની અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવા જેવા કૃત્ય પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ ઉપરાંત મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવાની, જેનાથી સુરુચિ અથવા નિતિઓનો ભંગ થાય તેવા ભાષણ કરવાની તથા ભેદભાવ અથવા ચેષ્ટા કરવા તથા તેવા ચિત્રો, પ્લેકાર્ડ પત્રિકા અથવા બીજા કોઇ પદાર્થો અથવા વસ્તુઓ તૈયાર કરવા તથા બતાવવા અથવા ફેલાવો કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ – ૧૩૫ હેઠળ શિક્ષાને પાત્ર છે.
મોરબીના લાતી પ્લોટના નાકા પાસેથી વાહનની બેટરીના પાણીના પાર્સલની આડમા પરપ્રાંતીય ભારતીય બનાવટના વિદેશી દારૂ મંગાવતા વિદેશી દારૂની બોટલ નંગ-૧૨૪૮ કિ.રૂ.૪,૦,૫૬૦૦/- તથા વાહન તથા અન્ય મુદામાલ મળી રૂ.૪,૫૭,૪૦૦/- નો જથ્થો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીગમાં હોય તે...
મોરબી મહાનગરપાલિકાના પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા ફેબ્રુઆરી 2026 સુધી જાહેર માર્ગ પર અડચણ રૂપ 2,517 પશુ પકડવામાં આવ્યા છે. વિવિધ વિસ્તારમાંથી જાહેર માર્ગો પર રખડતાં ઢોર પકડીને મોરબી મહાનગર પાલિકા દ્વારા આજુ-બાજુની ગૌશાળા તથા પાંજરાપોળ માં મૂકવામાં આવ્યા છે.
મોરબી મનપાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા 188 પશુ માલિકોને...