૫ જુલાઇ થી ૧૯ જુલાઇ સુધી રથના કાર્યક્રમો દરમિયાન લોકોને વિવિધ જન સેવા મળી રહે તેવું આયોજન કરાયું
આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ પર્વ નિમિત્તે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં આગામી પાંચમી જુલાઇથી જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે રૂટ નક્કી કરીને વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન ઘડવામાં આવ્યું છે. જેની તૈયારીઓ અંગેની બેઠક મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની વિશેષ ઉપસ્થિતિમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
સમગ્ર યાત્રા દરમિયાન સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો વધુને વધુ લોકો સુધી પહોંચે તે માટે મોરબી જિલ્લાનું તંત્ર કામ કરી રહ્યું છે. વંદે ગુજરાત વિકાસયાત્રા સાચા અર્થમાં જનસેવા નો સેવાયજ્ઞ બની રહે તે માટે ટીમ વર્કથી કામ કરવા માટે જિલ્લા કલેકટર જે.બી. પટેલ દ્વારા વિવિધ કચેરીઓના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું છે.
ભ્રષ્ટ તંત્ર-બેદરકાર અધિકારીઓના પાપે ગરીબોનું અનાજ પણ યોગ્ય રીતે સચવાતુ નથી.
ગુજરાતમાં રેશનકાર્ડ પર મફત અનાજ લેવા લાંબી કતારો જોવા મળે છે, ત્યારે બીજી તરફ, સરકાર અને અન્ન પુરવઠા વિભાગની લાપરવાહીને કારણે સરકારી ગોડાઉનોમાં અનાજની પુરતી કાળજી લેવામાં આવતી નથી. રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગના સરકારી ગોડાઉનો રામભરોસે પડ્યાં છે....
મોરબીના વેજેપરમાં શેરી નં -૨૩ માં રામાપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને રોકડા રકમ ૧૦,૩૦૦ ના મુદ્દામાલ સાથે સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વેજેપરમાં શેરી નં -૨૩ માં રામાપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર...