મોરબીમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી : મોરબીમાં શોભેશ્ચર સોસાયટીની ધાર ઉપરથી જાહેરમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં શોભેશ્ચર સોસાયટીની ધાર ઉપરથી જાહેરમાં આરોપી અતુલભાઈ દેવીસીહ જાદવ (ઉ.વ.૫૬) રહે. શોભેશ્ચર સોસાયટી મોરબીવાળા પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૯ કિં રૂ. ૫૪૫૦ તથા વિદેશી દારૂના કાગળના પાઉચ નંગ -૩૦ કિં રૂ. ૧૫૦૦ મળી કુલ કિં રૂ. ૬૯૫૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે