મોરબી : માળીયા ( મી ) માં આવેલ કન્યા છાત્રાલય માં ભોંય ટાંકાની છત માં અચાનક ગાબડું પડી જતા અફરા તફરી મચી ગઇ હતી
મળતી માહિતી મુજબ આ ગાબડું પડવા સમયે રિશેષનો સમય હોય જેથી છાત્રાલયમાં અભ્યાસ કરતી બે થી ત્રણ જેટલી વિદ્યાર્થીનીઓ આ ભોંય ટાંકી ની છત પર નાસ્તો કરતી હતી જેથી તેઓ પણ ટાંકામાં ખાબકી હતી જોકે આ ટાંકામાં વધુ પાણી ભરેલ ન હોય જેથી આ વિદ્યાર્થીની ઓને સામાન્ય નાનીમોટી ઈજાઓ પહોંચી હતી પરંતુ શાળામાં અવાર નવારનવાર ચેકીંગ કરવામાં આવતું હોય છે ત્યારે આવડી મોટી ખામી રહી કઈ રીતે તે પણ સવાલ થઈ રહ્યો છે આ ઘટના સહેજમાં ટળી છે ત્યારે તંત્ર દ્વારા આ ઘટનાની ગંભીરતા પૂર્વક નોંધ લઈને જવાબદારો પર કાર્યવાહી કરવું જરૂરી બન્યું છે,





