ઘુંટુ રોડ પર આવેલ એકોર્ડ સિરામિક ફેકટરી નજીકથી બાઈક પર જઈ રહેલા પાર્થ ઉર્ફે પીન્ટુ ગોવિંદભાઇ પરેચા ઉ.વ ૨૧ ના ને ટ્રક ચાલક દ્વારા હડફેટે લેવામાં આવ્યા હતા. ત્યારે તેમને ગળાના ભાગે તેમજ છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમનું મોત નીપજ્યું હતું ત્યારે આ અંગે તેમના પિતાએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
