વાંકાનેર ના રાતીદેવડી ગામે વૃક્ષ ધરાસાહી વૃધ્ધ દબાયા, સારવાર દરમિયાન મોત

મોરબી જિલ્લાના તાલુકાઓ માં ગત રાત્રીના ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પાડ્યો હતો. અને વાવાઝોડા જેવો પવન પણ ફૂકાયો હતો ત્યારે રાતિદેવડી ગામે વૃક્ષ નીચે દબાઈ જતાં મોરબીના એક વૃધ્ધનું મોત નિપજ્યું હતું.

જીતુભાઈ સોમાણી દ્વારા બોલાવેલ મહાસંમેલનમાં મોરબી થી હાજર રહેલ જગદીશભાઈ કોટક(ઉ.વ. ૬૫) રહે શનાળા રોડ મોરબી વાળા પણ તે કાર્યક્રમમાં હજાર રહ્યા હતા. ત્યારે રાત્રીના સમયે રાતિદેવડી ગામ પાસે થી નીકળતા મામાં દેવ ના મંદિર પાસે આવેલ પીપળાનું વૃક્ષ ભારે પવનના કારણે પડ્યું હતું. ત્યારે આ વૃક્ષની નીચે મોરબીના જગદીશભાઈ કોટક પર પડતાં તે દબાઈ ગયા હતા. બાદ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજ્યું હતું.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img