મોરબી:ગૃહમંત્રી આવે તે પહેલાં પોલીસે કામગીરી દેખાડી ! દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો
મોરબી માળીયા હાઇવે પરથી એલ.સી.બી એ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી ગૃહમંત્રી ને કામગીરી દેખાડી છે અત્રે ઉલ્લેખનીય છે આવતીકાલે નવા બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત કરવા રાજ્યના ગૃહમંત્રી આવનાર હોય તે પહેલાં મોટા પ્રમાણમાં દારૂ બિયરનો મોટો જથ્થો પકડી પાડયો છે
મોરબી એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્ટાફ કાર્યરત હોય તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલને સંયુકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, અમદાવાદ તરફથી એક અશોક લેલન કંપનીની ટ્રક નંબર-RJ-19-GA-3838 વાળી માળીયા મિ, તરફ જનાર છે. જે ટ્રકમાં ગેરકાયદેસર રીતે ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે. જે હકીકત આધારે અણીયારી ટોલનાકા પાસે વોચ ગોઠવતા ઉપરોકત ટ્રકમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૫૭૬૦ કિ.રૂ. ૧૭,૨૮,૦૦૦/-તથા બીયરના ટીન નંગ-૩૪૮૦ કિ.રૂ.૩,૪૮,૦૦૦/- તથા ટોમેટો સોસની કુલ બોટલો નંગ-૩૪૨૦ કિ.રૂ.૨,૯૫,૮૦૦/- તથા ટ્રક નંબર- RJ-19-GA-3838 કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- અને એન્ડ્રોઇડ મોબાઇલ ફોન-૦૧ કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩૩,૭૬,૮૦૦/- નો મુદામાલ મુદામાલ સાથે આરોપી હનુવંત ખનગારારામ ઢોકળારા રામ બીનોઇ ઉ.વ. ૩૦ રહે. રોહીલા પૂર્વ તા.ગુડામાલાણી જી.બાડમેર (રાજસ્થાન) વાળાને પકડી પાડી માળીયા મિ, પો.સ્ટે. ખાતે પ્રોહીબીશન ધારા તળે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. તેમજ અન્ય એક શખ્સ ઓમપ્રકાશ કેશારામ બિશ્નોઇ રહે. રોહીલા પૂર્વ કાવા કી ભેરી તા.ગુડામાલાણી જી.બાડમેર (રાજસ્થાન) વાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.