મોરબી: મોરબી જલારામ મંદીરના અગ્રણીઓ દ્વારા ૧૫ બિનવારસી મૃતદેહોના અસ્થિઓ સહીત કુલ ૨૪૮ દીવંગતોના અસ્થિઓનુ સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન કરવામા આવ્યું.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદીર દ્વારા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર હિન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવામા આવે છે તે ઉપરાંત તેમના અસ્થિઓનુ સોમનાથ મુકામે ત્રિવેણી સંગમ મા સામૂહીક વિસર્જન કરવામા આવે છે. તેમજ જે લોકો પોતાના સ્વજનોના અસ્થિઓનુ વિસર્જન ન કરી શકેલ હોય તેમના અસ્થિઓનુ વિસર્જન પણ સંસ્થા દ્વારા કરવામા આવે છે.
હિન્દુ ધર્મની પરંપરા મુજબ દીવંગતો ના આત્માની શાંતિ અર્થે શાસ્ત્રોક્ત વિધી મુજબ અસ્થિઓનુ વિસર્જન કરવુ અનિવાર્ય હોય છે ત્યારે મોરબી જલારામ મંદીર દ્વારા તા.૧૬-૫-૨૦૨૪ ના રોજ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમમા ૧૫ બિનવારસી મૃતદેહોના અસ્થિઓ સહીત કુલ ૨૪૮ દીવંગતોના અસ્થિઓનુ સામૂહીક અસ્થિ વિસર્જન કરવામા આવ્યુ હતુ.
આ ભગીરથ કાર્યમા સંસ્થાના ગીરીશ ભાઈ ઘેલાણી, હીતેશ જાની, ચિરાગભાઈ રાચ્છ, કૌશિકભાઈ હરકાંતભાઈ વ્યાસ, પોલાભાઈ પટેલ, મનિષભાઈ પટેલ, નરેન્દ્રભાઈ રાચ્છ, પ્રતાપભાઈ ચગ, નિર્મિતભાઈ કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, કૌશલભાઈ જાની, વિપુલભાઈ પંડિત સહીતના અગ્રણીઓ જોડાયા હતા.

