સ્વ.હસમુખલાલ વલ્લભદાસ ભોજાણી (આમરણ વાળા) પરિવાર ના સહયોગ થી નિ:શુલ્ક નેત્રયજ્ઞ-નેત્રમણી કેમ્પ યોજાશે.
અત્યાર સુધી ના ૧૦ કેમ્પ મા કુલ ૩૪૯૦ લોકોએ લાભ લીધો તેમજ ૧૫૫૭ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા.
સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત સ્વ.હસમુખલાલ વલ્લભદાસ ભોજાણી પરિવાર ના સગયોગ થી આગામી તા.૪–૭-૨૦૨૨ સોમવાર ના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાશે.જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે. દર મહીના ની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે શ્રી ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, શ્રી હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, શ્રી નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૧૦માસ દરમિયાન યોજાયેલ કેમ્પ મા કુલ ૩૪૯૦ લોકો એ લાભ લીધો હતો તેમજ ૧૫૫૭ લોકો ના વિનામુલ્યે નેત્રમણી ના સફળ ઓપરેશન થયા હતા
મોરબી: મહાશિવરાત્રિ પર્વ નિમિતે શ્રી ત્રિલોકધામ મંદિર ખાતે તારીખ-૧૫- ૦૨-૨૦૨૬,ને રવિવાર ના સૂર્યોદય સાથેજ ભગવાન ના વસ્ત્રો, આભૂષણ અને શૃંગાર દર્શન, સવારે ૯:૦૦ કલાકે ધ્વજારોહણ પૂજન.બપોરે ૧૨:૦૦ કલાકે મધ્યસ્થ આરતી તથા મહાશિવરાત્રિ નિમિત્તે ભાંગ પ્રસાદ વિત્રણ સાંજે ૭:૦૦ કલાકે મહાઆરતી, તથા દીપમાળા પ્રાગટ્ય પૂજન. રાત્રે ૧૦ થી ૧ર વાગ્યા...
મોરબીના લાતી પ્લોટના નાકા પાસેથી વાહનની બેટરીના પાણીના પાર્સલની આડમા પરપ્રાંતીય ભારતીય બનાવટના વિદેશી દારૂ મંગાવતા વિદેશી દારૂની બોટલ નંગ-૧૨૪૮ કિ.રૂ.૪,૦,૫૬૦૦/- તથા વાહન તથા અન્ય મુદામાલ મળી રૂ.૪,૫૭,૪૦૦/- નો જથ્થો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીગમાં હોય તે...
મોરબી મહાનગરપાલિકાના પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા ફેબ્રુઆરી 2026 સુધી જાહેર માર્ગ પર અડચણ રૂપ 2,517 પશુ પકડવામાં આવ્યા છે. વિવિધ વિસ્તારમાંથી જાહેર માર્ગો પર રખડતાં ઢોર પકડીને મોરબી મહાનગર પાલિકા દ્વારા આજુ-બાજુની ગૌશાળા તથા પાંજરાપોળ માં મૂકવામાં આવ્યા છે.
મોરબી મનપાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા 188 પશુ માલિકોને...