Thursday, May 15, 2025

મોરબીનાં રવાપર રેસીડેન્સીમાં જુગાર રમતા સાત પત્તા પ્રેમી પકડાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

જુગાર નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ. એચ.એ.જાડેજા નાઓએ પ્રોહી જુગારની બદી પર અંકુશ લાવવા સુચના કરેલ હોય તેમજ સર્વેલન્સ સ્ટાફને ખાનગીરાહે હકિકત મળેલ કે પારસ ઉર્ફે ભોલો મુકેશભાઇ જારીયા રહે.મોરબી રવાપર ધુનડા રોડ રવાપર રેસીડેન્સી દેવવ્રત એપાર્ટમેન્ટ બ્લોકનં ૩૦૩ વાળો પોતાના રહેણાક ફલેટમાં બહાર થી માણસો ભેગા કરી જુગારના સાધનો પુરા પાડી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા હોય જેથી હકિકત આધારે રેઇડ કરતા સાત ઇસમો નશીબ આધારીત ગંજીપતાના પાના પૈસા વડે જુગાર રમતા મળી આવતા રોકડ રૂ.૧૬૪૫૦/- ના મુદામાલ સાથે મળી આવતા જુગાર ધારા કલમ.૪-૫ મુજબ આરોપી વિરુધ્ધ ગુન્હો રજી કરી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલા આરોપી –

(૧) પારસ ઉર્ફે ભોલો મુકેશભાઇ જારીયા રહે.મોરબી રવાપર ધુનડા રોડ રવાપર રેસીડેન્સી દેવવ્રત એપાર્ટમેન્ટ બ્લોકનં.૩૦૩:-(૨) નાગદેભાઇ મનસુખાઇ જોગીયાણી રહે,મોરબી રવાપર ધુનડા રોડ રવાપર રેસીડેન્સી ધૈર્ય-એચ.- (૩) વનરાજભાઇ રમેશભાઇ મુજારીયા રહે.મોરબી રવાપર રોડ ધાયડી વિસ્તાર પાણીના ટાંકા પાસે (૪)રવીભાઇ રમેશભાઇ મુંજારીયા રહે.મોરબી રવાપર ગામ ધાયડી વિસ્તાર પાણીના ટાંકા પાસે (૫)સુરેશભાઇ નાનજીભાઇ મિયાત્રા રહે.મોરબી રવાપર રોડ ચિત્રકુટ સોસાયટી (૬) વિજયભાઇ મનુભાઇ ગોગા રહે.મોરબી રવાપર ગામ ધાયડી વિસ્તાર (૭) હિરેનભાઇ મગનભાઇ મઠીયા રહે.મોરબી રવાપર રોડ ધાયડી વિસ્તાર

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર