મોરબી લક્ષ્મીનારાયણ સોસાયટી ખાતે યોજાયેલ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ સંપન્ન
મોરબી: મોરબી સામા કાંઠા વિસ્તારમાં આવેલી મહેન્દ્રસિંહજી હોસ્પિટલ પાસે આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટી ખાતે યોજાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહમા વિવિધ ધાર્મિક ઉત્સવો ભક્તિભાવ પૂર્વક ધામધૂમથી ઉજવવામા આવ્યા હતા.
મોરબીના સામા કાંઠા વિસ્તારમાં આવેલ મહેન્દ્રસિંહજી હોસ્પિટલ નજીક આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનુંઆયોજન કરવામાં આવ્યું હતું જે સફળતા પૂર્વક સંપન્ન કરાઈ આ કથામાં વક્તા તરીકે મોરબીના સુપ્રસિદ્ધ પ્રખર વિદ્વાન ભાગવતાચાર્ય કથાકાર શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે બિરાજી કથાનું રસપાન કરાવ્યું હતું. (સંસ્કૃત વિશારદ ) જેમાં કથા પ્રારંભ વિ.સંવત ૨૦૮૦ ને માગશર સુદ ૭ ને તારીખ 19-12-2023 ને મંગળવાર થી માગશર સુદ ૧૪ ને સોમવારે તા.25-12-2023 ના રોજ કથા વિરામ થયો હતો..કથા દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગો શ્રીમદ ભાગવત માહાત્મય, સાંખ્યો પદેશ, કપિલ પ્રાગટ્ય, નરસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, શ્રી રામ જન્મ, શ્રીકૃષ્ણ જન્મ, ગોવર્ધન પૂજા, રૂક્ષ્મણી વિવાહ, શ્રી સુદામાચરિત્ર, પરીક્ષિત મોક્ષ જેવા પાવન પ્રસંગો ધામધૂમ થી ઊજવાયા હતા. કથા શ્રવણ માટે ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.