ટંકારા તાલુકાના લજાઈ ગામ માં ચાલતી ગૌસેવા ના લાભાર્થે તા ૮/૧૦/૨૨ ને શનિવાર ને રાત્રે ૧૦- કલાકે લજાઈ ગામના ગોંદરે નાટક યોજાશે જેમાં નાટક “કૃષ્ણ વૃષ્ટિ યાને દાનેશ્વરી કર્ણ ” સાથે સાથે પેટ પકડી ને હસાવતું કોમિક પણ ભજવશે
લજાઈ ગૌશાળા ૫૫ વર્ષ થી ગૌ સેવા કરી રહ્યા છે તેની સ્થાપના સોહંમદત બાપા દ્વારા કરવામાં આવી હતી દર વર્ષે એક વખત નાટક ભજવવામાં આવે છે નાટક દરમિયાન આવતા દાનથી આખું વર્ષ ગૌ સેવામાં વાપરવામાં આવે છે આ ગૌશાળામાં લુલી લંગડી અંધ અપંગ ગૌ માતાની સેવા કરવામાં આવે છે.
