મોરબી શહેરમાં મોટી માધાણી શેરી નાની બજાર મેઇન રોડ પર રહેતી યુવતીની સગાઈ તુટી જતા મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ જતાં યુવતીનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં મોટી માધાણી શેરી નાની બજાર મેઇન રોડ પર રહેતા રિયાબેન અભીજીતભાઈ ભટ્ટ (ઉ.વ.૨૨) નામની યુવતીની સગાઈ તુટી જતા મનમાં લાગી આવતા પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા યુવતીનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
