Tuesday, June 10, 2025

મોરબીમાં જુદી-જુદી બે જગ્યાએ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા‌ બે ઈસમો ઝડપાયાં

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના રવાપર ઘુનડા રોડ થીમ હાઈટસની બહાર પાર્કીંગમાથી અને મોરબીના કાલીકા પ્લોટ એદ્રુશ પાન પાસે મસ્જીદની નજીક જાહેરમાં આફ્રીકા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી વનડે મેચ ઉપર ઓનલાઇન સટ્ટો રમતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય બે ઈસમો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ આરોપી વિનયભાઈ મગનલાલ મહેતા (ઉ .વ.૫૫) રહે. રવાપર ઘુનડા રોડ ફ્લોરા -૧૫૮ ની સામે રંગ ધરતી પાર્ક થીમ હાઈટસ ફ્લેટ નં -૪૦૧ માં મોરબીવાળાએ આરોપી બન્ટીભાઈ રહે. રાજકોટવાળા પાસેથી જુગાર રમવા માટે આઇ.ડી મેળવી આરોપી વિનયભાઈએ crex ઓનલાઈન એપ્લીકેશનમા ઈગ્લેન્ડ તથા સાઉથ આફ્રીકા વચ્ચેની વર્લ્ડ કપ ની વનડે ક્રિકેટ મેચ લાઇવ નિહાળી મેચ ઉપર આરોપી બન્ટીભાઈ સાથે રનફેરનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રોકડા રકમ રૂ.૧૦,૦૦૦/-તથા ઓપો એફ-૧૯ પ્રો મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/-મળી કુલ રૂ.૨૦,૦૦૦/-ના મુદામાલ સાથે આરોપી વિનયભાઈ મગનલાલ મહેતાને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો હતો જ્યારે અન્ય એક શખ્સ બન્ટીભાઈ રાજકોટવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

જ્યારે બીજી રેઇડ દરમ્યાન મોરબીના રવાપર રોડ કાલીકા પ્લોટ એદ્રુશ પાન પાસે મસ્જીદની નજીક જાહેરમાં આરોપી હસન ઉર્ફે હનીફ કાળુભાઇ કુરેશી (ઉ.વ.૩૬) રહે. મોરબી કાલીકા પ્લોટ ચોક મોરબીવાળાએ જાહેરમાં તાજેતરમાં ચાલતી ૫૦-૫૦ ઓવરની ક્રિકેટ વલ્ડ કપ અંતર્ગત સાઉથઆર્ફીકા એન્ડ ઇગ્લેન્ડ વચ્ચે રમાતી ક્રિકેટ મેચનુ એન્ડ્રોઇડ મોબાઇલ ફોનમાં ક્રેક્ષ નામની એપ્લીકેશનમાં મેચના ચાલતુ લાઇવ પ્રસારણ જોઇ ટીમો ઓવર દિઢ કેટલા રન કરશે તેવી રન ચેઇનની આરોપી યાસીન ઉર્ફે બુચો ચાનીયા રહે. મોરબી સોસાયટી કાલીકા પ્લોટ મોરબીવાળા સાથે ફોન ઉપર શરતો મારી રૂપીયાની હારજીતનો જાહેરમાં મોબાઇલ ઉપર જુગાર રમી રમતા આરોપી હસન ઉર્ફે હનીફ પાસેથી રોકડા રૂ.૧૭૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૫૫૦૦/- મળી કુલ રૂપીયા ૭૨૦૦/- ના મુદામાલ સાથે આરોપી હસન ઉર્ફે હનીફ કાળુભાઇ કુરેશીને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો હતો જ્યારે અન્ય આરોપી યાસીન ઉર્ફે બુચો ચાનીયા રહે. કાલીકા પ્લોટ મોરબીવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે. તેમજ બે રેઇડ દરમ્યાન ઝડપાયેલા બે ઈસમો તથા નાશી છુટેલા બે શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર