મોરબી મચ્છીપીઠમા રહેણાંક મકાનમાં ધમધમતું જુગારધામ ઝડપાયું
મોરબી જુના બસ સ્ટેન્ડ પાછળ મચ્છી પીઠમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા કુલ-૦૯ ઇસમોને રોકડા રૂપીયા- ૨,૦૨,૫૦૦/-તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.૩,૦૨,૫૦૦/-ના મુદામાલ સાથે મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયા છે.
મોરબી એલસીબી પોલીસને બાતમી મળેલ કે, જુસબ ઉર્ફે જુસો ગુલમહમદભાઇ મોવર તા.જી.મોરબી વાળો પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી તીન પતીનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે મોરબી જુના બસ સ્ટેન્ડ પાછળ આવેલ મચ્છી પીઠમા તેના મકાને રેઇડ કરતા જુગાર રમતા કુલ-૦૯ ઇસમો જુસબ ઉર્ફે જુસો ગુલમહમદભાઇ મોવર રહે, મોરબી મચ્છી પીઠ જુના બસ સ્ટેન્ડ પાછળ, રાજેશભાઇ જીવરાજભાઈ પટેલ રહે. મહેંદ્રનગર ચોકડી સીધ્ધી વીનાયક ફ્લેટ મોરબી, સુભાનભાઇ ઇકબાલભાઈ જેડા રહે. ખ્વાજા પેલેસ વાળી શેરી પંચાસર રોડ મોરબી, સદામભાઇ રજાકભાઈ પરમાર રહે.વાવડી રોડ ક્રીષ્ના સોસા મોરબી, સરતાજભાઇ સલીમભાઇ અંસારી રહે. જોસનગર જુના બસ સ્ટેંડ પાછળ મોરબી, ચીરાગભાઇ રાઘવજીભાઇ પટેલ રહે. મહેંદ્રનગર સી.એન.જી. પંપ પાછળ પ્રફુતી સોસા, ફીરોજભાઇ મહમદ હુસેન સીપાઇ રહે. વાવડી રોડ કારીયા સોસા. મોરબી તા.જી.મોરબી, સોયેબભાઇ સુભાનભાઇ લોલાડીયા રહે, વાવડી રોડ ક્રીષ્ના સોસા, યાસ્મીન ઉર્ફે આરતીબેન સંજયભાઇ અગે ચણીયા રહે, ઘુંટું રોડ શોભેશ્વર રોડ વાણીયા સોસાયટીવાળાને રોકડ રૂ.૨,૦૨,૫૦૦/- તથા અન્ય મુદામાલ મળી કી.રૂ. ૩,૦૨,૫૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
