મોરબી: મોરબીમાં બીમારી અને નબળા ધંધાથી કંટાળી મોરબી તાલુકાના જોધપર(નદી) ગામની સીમમા ફ્લોરા રીવર સાઇડ પાછળ આવેલ મંડળીના ટાંકાની બાજુમા મચ્છુ-૨ ડેમમા પાણીમાં ડૂબી જતાં આધેડનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં વિશ્વકર્મા મંદિર સામે, ભવાની ચોકમાં રહેતા જયેશભાઇ છગનભાઇ રાણપરા (ઉ.વ.૪૪)ને બી.પી.ની તકલીફ હોય તથા બન્ને પગના ગોળામા તકલીફ હોય તથા ધંધો નબળો હોય જેથી તેનાથી કંટાળી જઇ ગઇ કાલ તા. ૦૫/૦૯/૨૦૨૨ ના રોજ પોતાના ઘરેથી નીકળી જઇ પોતે પોતાની મેળે જોધપર(નદી) ગામની સીમમા ફ્લોરા રીવર સાઇડ પાછળ આવેલ મંડળીના ટાંકાની બાજુમા મચ્છુ-૨ ડેમમા પાણીમા ડુબી જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
હળવદ શહેરમાં આવેલ આંબેડકર કોમ્પલેક્ષ સામે વાંસગી પાન પાસે યુવકના પરિવારને રાઠોડ પરિવાર સાથે જૂના ઝઘડાઓ થયેલ હોય જેનો ખાર રાખી યુવકને તથા સાથીને લોખંડના પાઇપ વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ બસ સ્ટેન્ડ પાછળ રહેતા કલ્પેશભાઈ હસમુખભાઈ...