મોરબી: મારી બહેનને કેમ હેરાન કરો છો કહી આધેડને ત્રણ શખ્સોએ જાનથી મારી નાંખવાની ધમકી આપી
મોરબી: આધેડની પત્ની છેલ્લા એકાદ વર્ષથી અલગ રૂમ રાખી રહેતી હોય. શખ્સ પરણીતાનો ભાઈ થતો હોય જેથી એક શખ્સે આધેડને કહેલ કે મારી બહેનને કેમ હેરાન કરો છો કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જ્યારે અન્ય બે શખ્સોએ આધેડને મનફાવે તેમ ગાળો આપી હોવાની ભોગ બનનાર આધેડે આરોપી ત્રણે શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી શનાળા બાયપાસ ભક્તિનગર સર્કલ પાસે રોબર્ટ કન્ટ્રકશન પાસે રહેતા અલ્લારખાભાઈ હુશેનભાઈ રાઉમા (ઉ.વ.૫૦) એ આરોપી અજીત હમીરભાઇ રાઉમા રહે. પંચાસર રોડ ભરતપરા, બહાદુરભાઈ લાખાભાઇ રહે. લાતી પ્લોટ -૪ તથા હાસમભાઈ લાખાભાઇ રાઉમા રહે. શનાળા બાયપાસ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૯-૦૫-૨૦૨૩ ના રોજ સવારના આશરે દશેક વાગ્યાના સમયે ફરિયાદીની પત્નિ જેતુન છેલ્લા એકાદ વર્ષથી અલગ રૂમ રાખી રહેતી હોય અને આ કામે આરોપી અજીત જેતુનનો ભાઇ થતો હોય જેથી આરોપી બહાદુરભાઈએ ફરીયાદીને કહેલ કે મારી બહેનને કેમ હેરાન કરો છો તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપી બહાદુરભાઈ તથા હાસમભાઈએ ફરીયાદીને મનફાવે તેમ ભુંડા ગાળો આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર અલ્લારખાભાઈએ ત્રણે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૫૦૪, ૫૦૬(૨),૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.