મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા GDCR હેઠળ P.O.R. રજીસ્ટ્રેશન શરૂ
મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (GDCR) – 2017 ના નિયમો અને જોગવાઈઓ અનુસાર, Person on Record (P.O.R.) તરીકે નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આ રજિસ્ટ્રેશનનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી વિકાસ અને બાંધકામ સંબંધિત પ્રવૃત્તિઓમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવાનો છે. P.O.R. રજિસ્ટ્રેશન માટે અરજી કરનાર વ્યક્તિએ ગુજરાત ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સમાં દર્શાવેલ પ્રક્રિયાઓનું પાલન કરવું ફરજિયાત છે. P.O.A. તરીકે નોંધણી કરાવવા માટે, અરજદારોએ નિર્ધારિત અરજી ફોર્મ (ફોર્મ નંબર: ૧) ભરીને જરૂરી દસ્તાવેજો તથા લાયકાતના પુરાવાઓ સાથે કોર્પોરેશનની કચેરીએ સબમિટ કરવાના રહેશે. અરજી સાથે લાગુ પડતી ફી પણ ચૂકવવાની રહેશે.
આ રજિસ્ટ્રેશન પ્રક્રિયા, શહેરના બાંધકામ અને વિકાસના નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા અંગેની વધુ માહિતી, અરજી ફોર્મ અને ફીની વિગતો માટે મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખાનો સંપર્ક સાધવા વિનંતી છે.