સૌરાષ્ટ્ર અને ખાસ કરીને મોરબી પંથકમાં નવરાત્રી થી દેવ દિવાળી સુધીમાં ગૌસેવા કે કોઈના લાભાર્થે ટૂંકમાં પરમાર્થ કાજે રાત્રિ નાટકોના આયોજન કરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં નાટકો અતિ સફળ થયા છે. પરંતુ ગામડાનાં લોકો મોરબી શહેર માં આવીને વસ્યા છે જેથી નાટક મોરબીના વિસ્તારમાં પણ યોજાય છે.
મોરબી નો ઇતિહાસ ઉજાગર કરતું નાટક મચ્છુ તારા વહેતા પાણી જે ન્યુ ચંદ્રેશ નગરમાં યુવાનોએ ભજવી બતાવ્યું. જેમાં સ્ત્રીપાત્ર પણ યુવાનો જ ભજવતા હોય જેમને સેવા કાર્ય કરવાનો મોકો મળ્યો હોવાનું માનીને પોતાનો નિજાનંદ માણે છે. તારીખ ૧૧-૮-૧૯૭૯ ના દિવસે મચ્છુ-૨ ડેમ તૂટતા મોરબી શહેરમાં જળ હોનારત સર્જાયું હતું. જે કોઈના શ્રાપથી થયું હોવાનું પણ હાલ પણ લોકવાયકા ચાલી રહી છે. અને આ જળ હોનારત પછી આમ મચ્છુ ને કવિઓએ ગોજારણ કહી છે. જેની બે લીટી ની ઝલક અહીં આપીએ * મચ્છુ તારા પાણી એ મોરબી મસાણ થઈ
મોરબી મસાણ થઈને તું કંઈક ને ભરખી ગઇ
ગોજારણ તારા પાણીએ મોરબી તણાઈ ગઈ
મોરબી શહેર એ ઢેલડીનગર તરીકે ઓળખાતું. આ ઢેલડી નગરના રાજા રાવત રણસિંહ, ખીમડીયો કોટવાળ અને ડાલણદે નો ઇતિહાસ છે. અહીં એક વાત જણાવી દઈએ કે રાવત રણસિંહ પ્રજા વત્સલ રાજા હોવા છતાં તેઓ પ્રજામાં ક્રૂર બન્યા હતા. ત્યારે તેમનો કોટવાળ તેમનો સલાહકાર હતો. આ કોટવાળે રાવત રણસિંહ ને અવળા માર્ગે વાળ્યા. જેના કારણે આ મચ્છુ તારા વહેતા પાણીનો ઇતિહાસ રચાયો. જીવનમાં સફળ થવા માટે સલાહકાર હંશલા જેવા હોવા જોઇએ, કાગડા જેવા નહિ. તેવો બોધપાઠ આ ઇતિહાસ માં મળે છે.
