મોરબી: પાલિકા કર્મચારી નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો
મોરબી: મોરબી નગરપાલિકા કચેરીમાં ૩૦ વર્ષ કરતા વધુ સમય સુધી પોતાની સેવા આપનાર બે કર્મચારી નિવૃત થયા હોય જેથી ચીફ ઓફિસર સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિદાય સમારોહ યોજાયો હતો.
મોરબી નગરપાલિકામાં ફરજ બજાવતા મંગલસિંહ ઝાલા અને ભગવાનજીભાઈ બરબસીયા બંને કર્મચારીએ ૩૦ વર્ષથી વધુ સમય સુધી નગરપાલિકામાં કામ કર્યું હોય જે બંને કર્મચારી નિવૃત થતા આજે તેમને વિદાયમાન આપવામાં આવ્યું હતું જે પ્રસંગે વાંકાનેર પાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયા, પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં બંને કર્મચારીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓએ કરેલ કામગીરીને બિરદાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવેશભાઈ દોશીએ કર્યું હતું.