મોરબી પોલીસ દ્વારા જિલ્લાના અલગ અલગ વિસ્તાર માંથી દારૂની ત્રણ ભઠ્ઠી ઝડપી પાડી.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ દ્વારા મોરબી તાલુકા વિસ્તારના નાગડાવાસ ગામે રેઇડ કરવામાં આવી હતી. ત્યારે રેઇડ દરમિયાન રાઘવજીભાઈ ગગજીભાઈ રાઠોડ દારૂની ભઠ્ઠી ચલાવતા મળી આવ્યા હતા ત્યારે બીજી તરફ નાગડાવાસ માંથી જ હંસાબેન શામજીભાઈ સંતોલાને દેશી દારૂ બનવવાની ભઠ્ઠી સાથે ઝડપી લીધા હતા.
આ ઉપરાંત માળીયા પોલીસે માળીયા તળાવ નજીક રેઇડ કરી હિતેશ દેવજીભાઈ ચાવડા નામના ઇસમને દેશી દારૂ બનાવતા ચાલુ ભઠ્ઠી સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી કાર્યાવહી કરી હતી.