મોરબી: ગઈકાલે મોરબીના એલ.ઈ. કોલેજ રોડ પર આવેલા યોગેશ્વર મહાદેવ મંદિર ખાતે મોરબી પોસ્ટલ ડીસ્ટ્રિક પેન્શનર્સ એસોસિએશનનુ પાંચમુ સ્નેહમિલન યોજાયું હતું.
જેમાં લોકોને હાલના સમયમાં સાયબર ક્રાઇમ ફ્રોડ વધી રહી તેમા પણ ખાસ કરીને મોરબી જીલ્લો ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવાથી અવારનવાર ફ્રોડના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે આ પાંચમા સ્નેહમિલન કાર્યક્રમમાં લોકોને હાલના સમયમાં વધતા સાયબર ક્રાઇમ ફ્રોડથી બચવા શું સાવચેતી રાખવી તેમજ કેવી રીતે સાયબર ક્રાઇમથી બચી શકાય તે બાબતે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય.પી. વ્યાસ, એ.એસ.આઇ. રજનીભાઇ કૈલા તથા પોલીસ કોન્સ્ટેબલ આકૃતિબેન પટેલ દ્વારા લોકોને સાયબર ક્રાઇમ વિશે સમજણ આપી જાગૃત કરવામાં આવ્યા હતા. તેમજ મોરબી પોસ્ટલ ડિસ્ટ્રીક્ટ પેન્શનર્સ એસોસિએશનના આ પાંચમાં સ્નેહમિલનમાં એસોસિએશનના સભ્યો સહ પરિવાર સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
માળીયા મીયાણા તાલુકાના ફતેપર ખારાવાડમાથી ડીઝલ ચોરીનો પ્રયાસ કરતા ઈસમને કુલ રૂ.૩૬,૧૦,૯૨૩ નાં મુદામાલ સાથે માળીયા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.
માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે, ફતેપર ગામના ખરાવાડમાં અમુક ઇસમો ટેન્કરમાંથી ડિઝલ ચોરી કરી વેચાણ કરે છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા...