મોરબી: મોરબી તાલુકાના રાજપર ગામે સંત શિરોમણી શ્રી કેશવનંદ બાપુના આશીર્વાદથી નિરાધાર ગૌ-માતાના લાભાર્થે રાજપર ગામે રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આસો સુદ -૧૪ ને તારીખ ૮-૧૦-૨૦૨૨ને શનિવારના રોજ મહાન ઐતિહાસિક નાટક રાજા ભરથરીનુ આયોજન કરેલ છે. ધર્મના આ મહાન કાર્યક્રમમાં સહભાગી થવા સૌ ગૌ-ભક્તોને દિલેર દાતાઓના સહભાગી થવા પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ નાટક ૮ ઓક્ટોબર શનીવારે રાતના ૯:૩૦ કલાકે શરૂ થશે તેમજ નાટકમાં ટીહલો પણ આવી રહ્યો છે. આ નાટકમા ફેમસ યુટ્યુબર ટિહલો પેટ પકડીને હસાવશે.
તેમજ દતક ગાયના દાતાઓએ એક ગાયના માસીક ખર્ચ પેટે રૂ.૧૧૦૦/- અને વાર્ષિક ખર્ચ પેટે રૂ.૧૩૨૦૦ રાખેલ છે. તેથી દતક ગાય નોંધાવવા માટે પ્રમુખ કેશવજીભાઇ સનારીયા (સોપારી વાળા) મોં -9909944411 અને હિતેષભાઇ મારવણીયા મોં – 9909888996 પર સંપર્ક કરવો.
