મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા બે જુગારીઓને હાલ ચાલતા વન ડે મેચમાં રન ફેર તથા મેચની હારજીત નો જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે.
આ અંગે મળતી માહિતી અનુસાર મોરબી સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા મહેન્દ્રનગર કાંતિ જયોત એપાર્ટમેન્ટના પાર્કીગમાં જાહેરમાં બે ઇસમો હાલમાં ચાલતા IND- ENG મેચ ને ગુરુ એપ પર લાઈવ જોઈ રહ્યા હોય અને એક બીજાને વોટસએપમાં મેસેજ કરી રહ્યા હોઈ ત્યારે પોલીસ દ્વારા આરોપી
(૧) જતીનભાઇ મનસુખભાઇ દેસાઇ (ઉવ.૨૯)
(૨) વાસુભાઇ બેચરભાઇ ગોરીયા (ઉવ.૪૨)
ની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત તેમની પાસેથી મેચની હારજીતનો પૈસાનો જુગાર રમી રહેલ મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૨૫,૦૦૦/ તથા રોકડા રૂપિયા ૨૫૫૦/- મળી કુલ મુદામાલ કિ.રૂ.૨૭,૫૫૦/- કબ્જે કરવામાં આવ્યા હતા









