મોરબીના શક્ત સનાળા ગામે રંગીલા મામાદેવનો નવરંગો માંડવો યોજાશે
મહાપ્રસાદ અને રાત્રે ડાક ડમરૂનો ભવ્ય કાર્યક્રમ યોજાશે
મોરબી : શ્રી રંગીલા મામાદેવ મિત્ર મંડળ દ્વારા તા. ૨૫ ને બુધવારના રોજ શનાળા, લીમડાવાળા મેલડી મંદિર પાછળ ઉમિયાનગર સોસાયટી મોરબી ખાતે શ્રી રંગીલા મામાદેવનો નવરંગો માંડવો યોજાશે જેમાં તા.૨૫ ને બુધવારે સવારે મામાદેવનું મહાપૂજન, સાંજે ૬ કલાકે ઉમિયાનગર શકત શનાળા ખાતે મહાપ્રસાદ અને રાત્રે ૯ કલાકે ડાક ડમરૂ કાર્યક્રમ યોજાશે જે મહોત્સવમાં કલમના ભુવા ઉપેન્દ્રસિંહ પરમાર, રાવળદેવ ભવદિપભાઇ તથા સાથી ગ્રુપ અને શ્રી ચાંદલિયાવાળા મામાદેવના ભુવા યુવરાજસિહ રાઠોડ તેમજ પંચના ભૂવાઓ ઉપસ્થિત રહેશે. જે ધાર્મિક મહોત્સવનો લાભ લેવા શ્રી રંગીલા મામાસાહેબ યુવા ગ્રુપ શકત શનાળા તેમજ પ્રવીણભાઈ બારોટ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.