Tuesday, June 17, 2025

મોરબી શહેરમાંથી ત્રણ બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરમાં અલગ અલગ જગ્યાએથી ત્રણ બાઈક કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ પર ગોકુલ ફાર્મની બાજુમાં લોટસ બ્લોક બી -૪ નં -૮૦૧ માં રહેતા દુર્લભજીભાઈ શિવાભાઈ કાવર (ઉ.વ.૬૩) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના જીના બસ સ્ટેન્ડ પાસે સાવસર પ્લોટ વાળી શેરીમાં આવેલ સાગર ઓર્થોપેડીક દવાખાનાની પાસે બાઈક પાર્ક કરેલ હોય જે જગ્યાએથી ફરીયાદ નું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૦૩-એચ.એમ-૮૯૮૫ જેની કિંમત રૂપિયા ૪૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવી છે.

જ્યારે બીજી ફરીયાદ મોરબીના રફાળેશ્વર ગામે સરકારી સ્કૂલની સામે રહેતા વિપુલભાઈ વિનોદભાઈ કુબાવત (ઉ.વ.૨૯) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ ગેબનશાપીરની દરગાહ પાસેથી ફરીયાદીનુ એકટીવા 5G મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૩૬-પી-૪૬૫૫ જેની કિંમત રૂપિયા ૬૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવી છે.

જ્યારે ત્રીજી ફરીયાદ મોરબીના રવાપર રોડ પર વીવેકાનંદ નગર -૦૧ માં રહેતા વિશાલભાઈ દીનેશભાઈ ચીખલીયા (ઉ.વ.૩૬) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે મહેન્દ્ર ડ્રાઈવ રોડ ગોલા બજાર હોન્ડાના શોરૂમમાં પાછળથી ફરીયાદીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૦૩- એચ.એલ. -૯૫૬૨ જેની કિંમત રૂપિયા ૨૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ત્રણે ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર