મોરબી: મોરબી શહેરમાં શિક્ષકો માટે, શિક્ષકોની અને શિક્ષકો દ્વારા ચાલતી શિક્ષક શરાફી મંડળીની સત્તાવીસમી સાધારણ સભા અત્રેની તાલુકા શાળા નંબર:-1 બુનિયાદી કન્યા શાળા ખાતે કલ્પેશભાઈ મહોત મંડળીના પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગઈ,આ મંડળી મોરબી શહેરના 280 જેટલા શિક્ષકો સભાસદ છે જેમાં શિક્ષકોને રૂપિયા પંદર લાખનું માતબર ધિરાણ આપવામાં આવે છે,બાબુલાલ દેલવાડિયા સી.આર.સી.કો.ઓ.એ ઉપસ્થિત સૌ મહાનુભાવો અને સભાસદોનું શાબ્દિક સ્વાગત કર્યું ત્યારબાદ આ મંડળીના સમગ્ર વર્ષના હિસાબના લેખા જોખા મંડળીના મંત્રી જયેશભાઈ બાવરવાએ રજૂ કર્યા મંડળીએ આ વર્ષે ઓગણીસ લાખ પચાસ હજાર રૂપિયાનો નફો કર્યો તેની વહેંચણી અને હિસાબોને ઉપસ્થિત સભાસદો બહાલી આપી મંજુર કર્યા, ત્યારબાદ મંડળીના સભાસદ એવા શિક્ષકોના દિકરી દિકરાઓએ વર્ષ – ૨૦૨૨ અને ૨૦૨૩ માં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરેલ હોય એવા તેજસ્વી તરલાઓનું સન્માન કરવામાં આવ્યું.
વર્ષ-૨૦૨૨ માં ધોરણ દશમાં પ્રથમ નંબર મહોત યશરાજ કલ્પેશભાઈ અને દલસાણીયા રાજ અશ્વિનભાઈ 99.94 PR દ્વિતીય નંબર 99.80 PR સાથે દેલવાડિયા માર્ગી બાબુલાલ તૃતીય નંબર 99.46 PR સાથે તૃતિય નંબર ધોરણ બારમાં મહાલીયા મિત પ્રકાશભાઈ 98.53 PR સાથે પ્રથમ નંબર અને પંડ્યા અનુજ જયેશભાઈ 96.48 PR સાથે દ્વિતીય નંબર એવી જ રીતે વર્ષ 2023 માં ધોરણ દશમાં ગોધાણી વિસ્મય વિનોદકુમાર 95.20 PR સાથે પ્રથમ,દલસાણીયા હેત્વી વિજયભાઈ 99.79 PR સાથે દ્વિતીય નંબર સરડવા પ્રકૃતિ નરેશભાઈ 99.66 PR સાથે તૃતિય નંબર અને ધોરણ બારમાં પ્રથમ નંબર બરાસરા હિતેક્ષા રાજેશભાઈ 93.40 ટકા સીબીએસસી બોર્ડ દ્વિતીય નંબર 99.18 PR સાથે પ્રીત જયેશભાઈ બાવરવા અને દ્વિતીય નંબર 97.89 PR સાથે કોરડીયા નંદ સનતકુમાર વગેરેનું ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે સ્મૃતિ ચિહ્નન અને શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરાયા તેમજ મોરબીમાં વર્ષોથી શિક્ષકોના પગાર,આઈ.ટી. રિટર્ન,ઉ.પ.ધો.ની વહીવટી કામગીરી કુશળતા પૂર્વક સંભાળતા લલિતભાઈ ચારોલા અને અનેક એવોર્ડોથી જેમને નવાજવામાં આવ્યા છે એવા શ્રેષ્ઠ શિક્ષક વિજયભાઈ દલસાણીયાનું પણ સન્માન કરાયું હતું ત્યારબાદ ચિરાગભાઈ આદ્રોજાએ પ્રાસંગિક ઉદબોધન કર્યા બાદ દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાએ પોતાની આગવી શૈલીમાં મંડળીની પ્રવૃત્તિને મંડળીના મંત્રી,પ્રમુખ અને વ્યવસ્થાપક સમિતિના સભ્યોની સેવાને બિરદાવી હતી,અને ઉત્તમ શિક્ષક અને ઉત્તમ ડોકટરના ભાવવાહી ઉદાહરણ દ્વારા માનવીય સંબંધો અને માનવીય વ્યવહારોની સમજ આપી હતી.
ત્યારબાદ સભાના અધ્યક્ષ અને મંડળીના પ્રમુખ કલ્પેશભાઈ મહોતે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા,સાધારણ સભામાં ચેતનભાઈ ભૂત ઝોનલ મેનેજર આર.ડી.સી.અતુલભાઈ કાલરીયા બેંક મેનેજર આર.ડી.સી., ડી.આર.ગરચર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, કિરણભાઈ કાચરોલા મંત્રી શૈક્ષિક મહાસંઘ, દિનેશભાઈ હુંબલ મંત્રી શિક્ષક સંઘ,વિનોદભાઈ ગોધાણી પ્રમુખ,મુકેશભાઈ મારવણીયા મંત્રી મુખ્ય શિક્ષક સંઘ-મોરબી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, અંતમાં વ્યવસ્થા સમિતિના સભ્ય એવા વિક્રમભાઈ ડાંગરે આભાર પ્રસ્તાવથી સાધારણ સભા સંપન જાહેર કરવામાં આવી.
મોરબી શહેરમાંથી ચોરી થયેલ મોટરસાયકલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી બે ચોરાવ બાઈક સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સીટી બી ડિવિઝન સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન મોરબી શ્રધ્ધાપાર્ક પાસે અમરેલી રોડ પર એક શંકાસ્પદ ઇસમ બે અલગ અલગ કંપનીના મોટર સાઇકલ સાથે જોવામા...