મોરબી: મોરબી-માળિયા નેશનલ હાઈવે રોડ ઉપર ટીમડી ગામના પાટીયા નજીક ગાડીમાં હેરાફેરી કરતા ઈંગ્લીશ દારૂની ૪૮ બોટલો સાથે બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી -માળિયા નેશનલ હાઈવે રોડ ઉપર ટીમડી ગામના પાટીયા નજીક આરોપી અશોકભાઈ દલાભાઈ રાઠોડરહે. વરીયાનગર સો-ઓરડી મોરબી તથા ભાવેશભાઈ ઉર્ફે મુન્નો પરબતભાઈ ધ્રાંગા રહે. નાગડાવાસ તા-જી મોરબી વાળા એક પોતાના હવાલાવાળી મારૂતિ સુઝુકી કંપની અલ્ટો કાર રજી નંબર GJ-36-L-2638 કીરૂ ૨૦૦,૦૦૦/-વાળીમાં ઇગ્લીશદારૂની બોટલ નંગ-૪૮ કિં.રૂ.૨૦૬૪૦/- નો મુદામાલ વેચાણ કરવાના ઈરાદે પોતાના કબ્જામાં રાખી હેરાફેરી કરતા કુલ કીરૂ ૨,૨૦,૬૪૦/-ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન મળી આવતા બંને આરોપીઓને મોરબી તાલુકા પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જીલ્લાના ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે નશાકારક ગોગો સ્ટીક તથા રોલીંગ પેપરનું વેંચાણ કરતા બે ઈસમો મોરબી એસ.ઓ.જી. પોલીસ ટીમ દ્વારા ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરેલ છે.
મોરબી એસ.ઓ.જી. સ્ટાફને મળેલ બાતમીના આધારે ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેઈડ કરતા ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ બે ઈસમો પાસેથી નશાકારક ગોગો...
સરદાર પટેલ ની 75 મી પુણ્યતિથિ નિમિત્તે કરમસદ ના સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે સન્માન કરવામાં આવ્યું
ધ સરદાર મિશન અને સરદાર પટેલ શોધ સંસ્થાન ના સંયુક્ત ઉપક્રમે એવોર્ડ ફંકશનનું આયોજન
જિગ્નેશ કાલાવડિયા દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે 25 કરોડ કૂર્મી - પાટીદારો ની એકતા માટેના પ્રયાસો ની નોંધ લઈને તેમનુ સન્માન કરવામાં...
મોરબીના દલવાડી સમાજના યુવાન ગણેશભાઈ પરમાર કે જેઓ ભારતીય સેનામાં સિકંદરાબાદ ખાતે ફરજ બજાવતા હોય ત્યારે શહિદ થઈ જતા મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા શહિદ જવાનના પરિવારની મુલાકાત કરી શાંત્વના પાઠવી શહિદ જવાનના પરિવારને રૂપિયા 75000ની સહાય અર્પણ કરવામાં આવી હતી.