મોરબીના ઉંટબેટ શામપર ગામે પ્રેમસંબંધમાં મદદ કરવી યુવકને પડી ભારે
મોરબી: મોરબી તાલુકાના ઉંટબેટ શામપર ગામે પ્રેમસંબંધમાં બંનેને મદદ કરતો હોવાનું જાણવા મળતાં બે શખ્સોએ યુવકને માર મારી ફેક્ચર જેવી ઈજા પહોંચાડી હોવાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ
મળતી માહિતી મુજબ મોરબીના રામપર પાડા બેકર જાવીયા શેરીમાં રહેતા હકાભાઈ મછાભાઈ સોલંકી (ઉ.વ.૨૫) એ આરોપી માહમદભાઈ અબ્દુલભાઈ જત તથા આદમભાઈ મીઠુભાઈ જત વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૭-૦૮-૨૦૨૨ના રોજ આરોપી માહમદભાઈની દીકરી હમીદાને હાજી સતારભાઇ ફકીરાણી રહેવાસી કોઠારીયા વાળા સાથે પ્રેમ સંબંધ હોય જે પ્રેમ સંબંધમાં ફરીયાદી આ બંન્નેને મદદ કરતા હોવાનો આરોપીઓને વહેમ હોય જે બાબતનો ખાર રાખી આરોપી આદમભાઈએ ફરીયાદીને પાછળથી પકડી રાખી આરોપી માહમદભાઈએ ફરીયાદીને જમણા પગના નળાના ભાગે તેમજ જમણા હાથની હથેળીની બહારની બાજુ લાકડીઓના ઘા મારી ફ્રેક્ચરોની ગંભીર ઇજાઓ પહોંચાડી ભુંડાબોલી ગાળો દઇ ગુન્હો કરવામાં આરોપીઓએ એક બીજાને મદદગારી કરી હોવાથી મોરબી તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાનો ભંગ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
