મોરબી : વિરપરના સરપંચે વડીલો પાસે પેવરબ્લોકનું ખાતમુહૂર્ત કરાવ્યું
મોરબી: મોરબી નજીક આવેલ વિરપર ગામના સરપંચે કોઈ રાજકિય આગેવાનને ન બોલાવી ગામના વડીલો વૃધો ની આગેવાની હેઠળ ગામમાં પેવરબ્લોકનું ખાતમુહૂર્ત કરી નાખ્યું.
જી..હા છેલ્લા ઘણા સમયથી નવા બસ સ્ટેન્ડને લઈને ખાતમુહૂર્ત નો વિવાદ ચાલી રહ્યો છે જો કે વિવાદનો આવતીકાલે અંત આવી ગયો છે રાજ્યના ગૃહમંત્રી નવા બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત કરીને ખુલ્લું મુકશે ત્યારે પ્રશ્ન એ છે કે આટલો વિવાદ કેમ પ્રજા માટે વિકાસના કામમાં પણ અને ખાસ ખાતમુહૂર્તમાં ભારે રસાકસી જોવા મળતી હોય છે ત્યારે વિરપરના સરપંચ મહેશભાઈ લિખિયાએ તમામ વિવાદ થી દુર રહીને કોઈ રાજકીય આગેવાનની રાહ જોયા વગર પોતાના ગામનો વિકાસ એટલે પેવરબ્લોક નું ખાતમુહૂર્ત ગામના વૃધો અને વડીલો ના હસ્તે કરાવી એક નવો સંદેશ તમામને આપેલ હતો.