મોરબી વીશી ફાટક પાસે જાહેરમાં બખેડો કરતા બેની અટકાયત
મોરબી: મોરબી વીસીપરા વીશી ફાટક પાસે રોડ ઉપર જાહેરમાં મારામારી કરી સુલેહ શાંતિનો ભંગ કરતાં બે શખ્સની મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અટકાયત કરી છે.
મળતી માહિતી મુજબ મોરબી વીસીપરા વીશી ફાટક પાસે રોડ ઉપર ગઈકાલે સાંજે આરોપીઓ લાઇટના અજવાળે જાહેરમાં આમ જનતાને ખલેલ પહોચે તેમજ જાહેર સુલેહ ભંગ થાય તેવીરીતે તે રીતે એકબીજા છુટા હાથથી મારામારી કરી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરતાં હોવાની જાણ થતાં પોલીસ દોડી હતી. અને આરોપી જગદીશભાઇ ઉર્ફે જગ્ગો ગોરધનભાઈ (ઉ.વ.૨૪) રહે. મોરબી વીશીપરા મેઇન રોડ શક્તિ પાનની બાજુમાં તથા અર્જુનભાઈ સુરેશભાઈ ઓગાણીયા (ઉ.વ.૪૨) રહે. વીશીપરા શક્તિ મેડિકલ પાછળની શેરીનં-૨ મોરબીવાળા બે શખ્સ જાહેરમાં મારામારી કરતાં મળી આવ્યા હતાં. મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બંને શખ્સોની અટકાયત કરી આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૧૬૦ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.