Thursday, May 15, 2025

વાવાઝોડામાં પડી ગયેલા વૃક્ષોની સામે નવા વૃક્ષો વાવીને મોરબીને નંદનવન બનાવીએ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ઝરમર ઝરમર મેહુલો વરસે, પાવન અતિ પાવન થઈ સૃષ્ટિ હરખે

વન વિભાગ, સામાજિક સંસ્થાઓ કે સેવાભાવી લોકો પાસેથી રાહત ભાવે રોપા મેળવી વાવીએ અને તેનું જતન કરીએ

સમગ્ર ગુજરાતની સાથે મોરબી પર પણ મેઘરાજા મહેરબાન થયા છે. જિલ્લામાં સાર્વત્રિક સારો એવો વરસાદ થયો છે. મેઘાની મિટ માંડીને તપી ગયેલી ધરણીને વર્ષાની ધારાએ ધરબી દીધી છે. આભલિયેથી કાચું સોનુ વરસ્યું છે ત્યારે ધરતી લીલી ચાદર ઓઢીને વધુ મનમોહક બની છે. આભથી આવેલા જળાભિષેકથી અલંકારિક બની ગયેલી અવનીને વધુ સુંદર બનાવવા માટે આપણે પણ બીડું ઝડપીએ અને યોગ્ય જગ્યાએ વૃક્ષ વાવીને ધરતીને વધુ સુંદર બનાવીને દીપાવીએ.

ગુજરાતમાં સક્રિય થયેલી આ વરસાદી સીઝન પહેલા બિપરજોય વાવાઝોડું ત્રાટક્યું હતું. આ વાવાઝોડાએ કચ્છ-સૌરાષ્ટ્રના લગભગ તમામ વિસ્તારોને ઓછા વત્તા પ્રમાણમાં અસર કરી છે. સદનસીબે કોઈ મોટું નુકસાન થયું નથી, પરંતુ જીવસૃષ્ટિને ખૂબ જ વ્યાપક પ્રમાણમાં અસર થઈ હતી. કેટલાક સ્થળોએ વર્ષોની મહેનત-જહેમત બાદ અડીખમ ઊભા થયેલા વૃક્ષો પડી ગયા હતા. ક્યાંક રસ્તા પર તો ક્યાંક ગામડાઓમાં, સોસાયટીઓમાં, વનવિસ્તાર વગેરે જગ્યાઓએ અનેક ઝાડવાઓનો ભોગ લેવાઈ ગયો છે. ત્યારે આપણે એક ઝુંબેશ સ્વરૂપે આ વૃક્ષોની સામે નવા વૃક્ષો ઉછેરવા માટે કવાયત જરૂરથી હાથ ધરવી જોઈએ.

કોઈપણ એક વૃક્ષને ઉછરતા-પરિપક્વ બનતા વર્ષો લાગી જાય છે.પરંતુ વાવાઝોડામાં અનેક વૃક્ષોનો કચ્ચરઘાણ નીકળી ગયો છે, ત્યારે ચાલો આપણે વૃક્ષો વાવી અને તેનું જતન કરીએ. હાલ વરસાદી ઋતુના પગલે જિલ્લામાં આવેલી વન વિભાગ હેઠળની નર્સરીઓમાં સામાજિક વનીકરણ અન્વયે રાહત ભાવે રોપાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જ્યાંથી આપણે ગમતા રોપા મેળવી શકીએ છીએ. ઉપરાંત હાલ સામાજિક સંસ્થાઓ તેમજ અન્ય સંગઠનો કે સેવાભાવી લોકો દ્વારા પણ વિનામૂલ્ય કે રાહત ભાવે રોપાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તો અનુકૂળતા મુજબ રોપા મેળવી આંગણું, શેરી-મહોલ્લો, બગીચો, શાળા-કોલેજ, ગામ કે વનવિસ્તાર સહિત યોગ્ય જગ્યાએ ગુલમહોર, લીમડો, દેશી બાવળ, આસોપાલવ, પીપડો, વડ, કરંજ, આંબળા, ગુંદા વગેરે વૃક્ષો વાવી તેનું જતન કરીએ.

વૃક્ષોનું મહત્વ તો આપણે સૌ જાણીએ જ છીએ. કોરોનાકાળને કેવી રીતે ભૂલી શકાય ? જ્યારે ઓક્સિજનની ખૂબ વ્યાકપ વ્યાપક પ્રમાણમાં જરૂરિયાત ઊભી થઈ હતી. ત્યારે વૃક્ષો સિવાય ઓક્સિજનનો મોટો સ્ત્રોત બીજો શું હોઈ શકે ? ઉપરાંત હરિયાળા વૃક્ષોથી દીપતું મોરબી કેવું રળિયામણું લાગે ! ત્યારે વાતાવરણને વધુ સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા તેમજ મોરબી શહેર અને સમગ્ર જિલ્લાને રળિયામણું બનાવવા માટે એકજૂથ બની વૃક્ષો વાવીએ અને તેનું જતન કરીએ

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર