મોરબીમાં બિમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત
મોરબી: મોરબીમાં માનસિક બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ભરતસિંહ બટુકસિંહ જાડેજા ઉ.વ.૪૦ રહે. હાલ. મોરબી-૨,વેજીટેબલ રોડ, શીવપાર્ક સોસાયટી, શેરી નં.૦૩ મુળ. રહે.મોટા દહીંસરા તા. માળીયા(મિં) જી.મોરબી વાળાને છેલ્લા બે મહીનાથી માનસીક બીમારી હોય જેની દવા અલગ-અલગ દવખાને ચાલુ હોય જેથી માનસીક બીમારી થી કંટાળી જઈ પોતાના ઘરે પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા ભરતસિંહ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.